Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

રાજકોટના મેયર સહિતના પદાધિકારીઓ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં

રાજકોટઃ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી ત્યારે આ પ્રસંગ ઐતિહાસિક બની ગયો છે. રાજ્યના તમામ સાંસદ, મંત્રી,ધારાસભ્યો, શહેર જિલ્લાના ભાજપના હોદેદ્દારો, ઉદ્યોગપતિઓ માટે પાસની ખાસ વ્યવસ્થા કરાઇ હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ લોકો ઉમટયા હતા. આ કાર્યક્રમમાં ગુજ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ઘનસુખ ભંડેરી, મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો  અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)