Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મોદી સ્કુલનું ગૌરવ

 ર૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ વી. જે. મોદી સ્કૂલ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના કવિઓ, લેખકોના ગીતો, લોકગીતો, દુહા, છંદ ગાઇને સંસ્કૃતિને યાદ કરી હતી. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિવાજીનું હાલરડું, લગ્નગીત, દુહા, લોકવાર્તા તેમજ માતૃભાષા અને માંનું મહત્વ શું છે તેનો ડ્રામા રજૂ કર્યો હતો. ત્યારબાદ મોદી સ્કૂલના ટ્રસ્ટી શ્રીમતી કુંજલબેન મોદીના વરદ હસ્તે ધો.૧ થી ૯ના ટોપર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

(3:48 pm IST)