Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

રૂડાની ર૭મીએ બોર્ડ મીટીંગઃ બજેટને બહાલી અપાશે ૮ લેઇન રોડ માટે ખાસ ટીપી સ્કીમઃ રપ કરોડના ખર્ચે નવુ રૂડા બિલ્ડીંગ

મોટામવામાં નવા ૭ર૦ યુનિટ પણ ઉભા કરાશેઃ મુંજકા-રૈયામાં પણ ૩૦૦ થી વધુ આવાસો... : વિકાસ યોજના-ર૦૩૧ ની દરખાસ્તમાં ઝોનમાં ફેરફારની દરખાસ્તઃ પ્રધાનમંત્રી અવાસ યોજના હેઠળ પ૦૦ યુનિટોને ખાસ મંજુરી..

રાજકોટ તા. ર૪ : આગામી તા.ર૭મીએ રૂડાની બોર્ડ મીટીંગ સાંજે ૪ વાગ્યે મ્યુ. કમીશ્નરશ્રીના અધ્યક્ષ સ્થાને મળશે. તેમાં જૂદા-જૂદા ઠરાવો ઉપરાંત બજેટને બહાલી અપાશે, રપ કરોડના ખર્ચે નવુ રૂડા બિલ્ડીંગ બાધણા અંગેના કરારને મંજુરી અપાશે, સંખ્યાબંધ આવસો-રોડ-રસ્તા-પાણી-ગટર વિગેરે કામો  અંગેના ઠરાવો થશે જે આ મુબજ છે.

(૧) રાજકોટ શહેરી વિકાસ સતામંડળની મોટામવા ખાતે ટીપી સ્કીમ નં. ૧૦ ફા.પ્લોટ-પર બી ખાતે ઓફીસ બિલ્ડીંગ બાંધવા રૂ.રપ.૦૦ કરોડના ખર્ચને ગીન રૂફ ટોપ અને રૂફ ટોપની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને નવા બિલ્ડીંગના બાંધકામનો ખર્ચ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રાજકોટ દ્વારા સ્વભંડોળમાંથી કરવા બાબતે.ક

(ર) સત્તામંડળના નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના વાર્ષિક અંદાજો મંજુર કરવા બાબત.

(૩) રૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂડા વિસ્તારની મંજુર થયેલી ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.૩૬/૩ (ઘંટેશ્વર-પરાપીપળીાની પ્રારંભિક યોજનાની ટી.પી.ઓ. દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુનઃ રચનાની દરખાસ્તનોને પરામર્શ આપવા બાબત.

(૪) સત્તામંડળ વિસ્તારમાં આકાર પામી રહેલ એઆઇઆઇએમએસની અગત્યતાને ધ્યાને લઇ નવા ૯૦.૦ મી. પહોળાઇના ડી.પી.રસ્તાના અમલીકરણના ભાગ રૂપે સદરહું વિસ્તારમાં સૂચિત ટી.પી.સ્કીમ બનાવવા બાબત.

(પ) સત્તામંડળ વિસ્તારમાં આખરી થયેલ નગર રચના યોજના નં. ૯ (મોટામવા-મુંજકા) તથા નં.-૧૭ (મુંજકા) ને સાંકળતા ૧૮.૦માંં ટી.પી.રસ્તાની વિસંગતતા દુર કરવા અંગે આખરી થયેલ નગર રચના યોજના નં.૯ (મોટામવા-મુંજકા)ના આખરી ખંડ નં.૩૩/એ.૩૩/૧ તથા ૩૩/ર ની હદોમાં ફેરફાર કરવા અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૭૧ ની જોગવાઇ મુજબ યોજના વેરીડ કરવાની કાર્યવાહી બાબત.

(૬) મંજુર/અમલી દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-ર૦૩૧ ની દરખાસ્તમાં ઝોનમાં ફેરફાર કરવા અંગે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૯ હેઠળ દરખાસ્ત કરવા બાબત.

(૭) સત્તામંડળ વિસ્તારની સુચિત મુસદારૂપ નગર રચના યોજના નં.-૧૧ (માધાપર) બાબત.

(૮) મંજુર/અમલી દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-ર૦૩૧ ની દરખાસ્તમાં ફેરફાર કરવા અંગે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૯ હેઠળ થયેલ દરખાસ્તમાંં સુધારા કરી પુનઃ સુધારા સહની દરખાસ્ત કરવા બાબત.

(૯) 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રાજકોટ દ્વારા મુંજકા, ટીપી નં.૧૭, ફાઇનલ પ્લોટ નં.૯પમાં ઇ.ડબલ્યુ.એસ.-રના ૪૧૬ યુનિટ અને મુંજકા, ટી.પી.નં.૧૭, ફાઇનલ પ્લોટ નં. ૮૯માં ઇ.ડબલ્યુ.એસ.-૧ના ૮૦ ફુનીટ બનાવવાના અંદાજપત્રકોને વહીવટી મંજુરી આપવા અને રૂડા, રાજકોટ દ્વારા સ્વ. ભંડોળમાંથી ખર્ચ કરવાના થતા ફંડને અને મંજુર થયેલ ટેન્ડરને બહાલ રાખવા બાબત.

(૧૦) રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ, રાજકોટ દ્વારા વિસ્તારમાં આવેલ આવાસ માટે અનામત પ્લોટમાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' અને'મુખ્યમંત્રી આવાસ યોજના' હેઠળ આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિવિધ કક્ષાના આવાસનું બાંધકામ કેન્દ્ર સરકારના આયોજન મુજબ હાથ ધરવામાંં આવી રહેલ છે. આ કામો હાથ ધરવા માટે રૂડાની ટાઉન પલાનીંગ શાખામાંથી બાંધકામ વિકાસ પરવાનગી લેવાની આવશ્યતા રહે. આ પરવાનગી માટે નિયમોનુસાર હાલ (૧) બાંધકામ ચકાસણી ફી (ર) બાંધકામ ડેવલપમેન્ટ ચાર્જ(૩) બેટરમેન્ટ ચાર્જ (૪) પેઇડ  એફ.એસ.આઇ.(પ) એ.યુ.પી.ડીપોઝીટ (૬) ટ્રી પલાટેશન ડીપોઝીટ (૭) લેબર સેસ ભરવાની જોગવાઇ છે તેમજ ભવિષ્યમાં નિયમોમાં સુધારા/વધારાના કારણે અન્ય ર્ચા / ફી પણ ભરવાની થાય જે ૧ થી પ ની ફી / ચાર્જની વસુલાત માંડવાળ કરવા બાબત.

(૧૧) 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રાજકોટ દ્વારા મોટામવા, ટીપી નં.-૧૦, ફાઇનલ પ્લોટ નં. ૩ર એમાં એલ.આઇ.જી.ના ૭ર૮ યુનીટ (જી+૧૪) અને કોમર્શીયલ કોમ્પલેક્ષ સાથે બનાવવાના અંદાજપત્રકોને વહીવટી મંજુરી આપવા અને રૂડા, રાજકોટ દ્વારા સ્વ. ભંડોળમાંથી ખર્ચ કરવાના થતા ફંડને અને મંજુર થયેલ ટેન્ડરને બહાલ રાખવા બાબત.

 (૧ર) 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રાજકોટ દ્વારા મુંજકા, ટીપ. નં.૯, ફાઇનલ પ્લોટ નં.ર૦ એમાં એમઆઇજીના ૧૯ર યુનીટ (જી+૧૩) અનેરૈયા, ટીપી નં.-૧, ફાઇનલ પ્લોટ નં.પ૭રમાં ઇ.ડબલ્યુ, એસ.-રના ૧ર૮ યુનીટ (જી+૪) કોમર્શીયલ કોમ્પલેક્ષ સાથે બનાવવાના અંદાજપત્રકોને વહીવટી મંજુરી આપવા અને રૂડા, રાજકોટ દ્વારા સ્વ. ભંડોળમાંથી ખર્ચ કરવાના થતા ફંડને અને મંજુર થયેલ ટેન્ડરને બહાલ રાખવા બાબત.

(3:27 pm IST)