Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મેટોડા જીઆઇડીસી પાસે ડિવાઇડરની ઉંચી રેલીંગના કારણે વારંવાર અકસ્માત

ખીરસરા : રાજકોટ કાલાવડ રોડ મેટોડા જી.આઇ.ડિ.સી. સામે આસ્થા સોસાયટી ગેઇટ સામે રોડ ક્રોસિંગ કરતી વખતે ડિવાયડરની ઉંચી રેલીંગ ના કારણે એસેનટ કાર નં. જીજે૦૩સીએ ૭૬૪૩ તેમજ ઇકો નં. જીજે૦૩ડીએન૮૩૪૬ નો અકસ્માત થયેલ છે એક વિક પહેલા પણ આ જગ્યા ઉપર ફોર વ્હીલ તેમજ એકટીવાનો અકસ્માત થયેલ જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મૃત્યુ નિપેલ વ્યકિતને ઇજા થઇ હતી.

આ સ્થળ ઉપર બે ફોર વ્હીલનો થતા અમુક વાહનમાં બેઠેલા વ્યકિતઓને નાની મોટી ઇજા થયેલ છે અને આ રેલીંગ નીચી કરવા માટેની રજુઆત ૧૭/ર૦ર૦ની ખીરસરા ગામની રાત્રી સભામાં અધિકારીશ્રીઓને કરેલ છે તેના માટે હજુ સુધી કોઇ પગલા લેવા આવેલા નથી અને આવા ઘણા અકસ્માત આ રેલીગના કારણે થયેલ છે. દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવન પણ ગુમાવેલ છે તો તંત્ર જાગે તો આવા અકસ્માત અટકે તેવું લોકો જણાવે છે.

(1:33 pm IST)