Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ-૧૨ના ખુણેથી ૪૦ હજારનો દારૂ ભરેલી રિક્ષા થોરાળા પોલીસે પકડી

મોડી રાતે બે વાગ્યે દરોડોઃ ચાલક રિક્ષા મુકી ભાગી ગયો

રાજકોટઃ દૂધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી ગુ.હા. બોર્ડ સોસાયટી-૧૨ના ખુણેથી થોરાળા પોલીસે રૂ. ૪૦૮૦૦નો દારૂ ભરેલી  જીજે૩૬યુ-૨૧૯૨ નંબરની રિક્ષા ઝડપી લીધી હતી. ચાલક હાથમાં આવ્યો નહોતો. પોલીસે રિક્ષા અને દારૂ મળી કુલ રૂ. ૭૦૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ પી.ડી. જાદવ, જયદિપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાત્રીના બે વાગ્યે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોઇને ચાલક રિક્ષા મુકી ભાગી ગયો હતો. જેમાંથી જુદી-જુદી બ્રાન્ડની દારૂની બાટલીઓ મળી આવી હતી.

(11:48 am IST)