Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મુસાફરોને બેભાન કરી ચોરીઓ કરતો નિતીન ભટ્ટ ઝબ્બેઃ ૨૧ ગુના કબુલ્યા

ખાનગી અને એસ. ટી. બસમાં લાંબા રૂટની મુસાફરીમાં મોટે ભાગે એકલા મુસાફરી કરનાર વ્યકિત સાથે દોસ્તી કેળવી ઠંડાપીણામાં ઘેની દવા ભેળવી પાઇ દેતાં: અગાઉ આ શખ્સને એ-ડિવીઝન પોલીસે દબોચતાં સજા પણ પડી હતીઃ ત્યારે પોતાના કેસ જાતે લડ્યો'તોઃ ક્રાઇમ બ્રાંચના કુલદીપસિંહ જાડેજા, જગમાલભાઇ ખટાણા અને કૃપાલસિંહ ઝાલાની બાતમી પરથી મળી સફળતાઃ ગોંડલના નિતીન ઉર્ફ નિતેશ અને સાગ્રીત નિરવ સોનીને દબોચ્યાઃ અમદાવાદથી ઇનોવા ચોરી એ ગુનામાં નિરવ સામેલ હતોઃ ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે

પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા અને ટીમ તથા પકડાયેલા બંને શખ્સ નિતીન ભટ્ટ અને નિરવ સોની તથા કબ્જે થયેલી કાર અને સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: ખાનગી અને એસ.ટી. બસમાં લાંબા રૂટની મુસાફરી દરમિયાન સીટમાં સાથે બેસતાં એકલા મુસાફરની સાથે દોસ્તી કેળવી રસ્તામાં તેને ઘેની દવાવાળુ ઠંડુ પીણુ પાઇ બેભાન કરી તેના રોકડ, દાગીના, મોબાઇલની ચોરી કરી લેતાં નામચીન રીઢા શખ્સ ગોંડલના નિતીન ઉર્ફ નિતેશ રમેશભાઇ ભટ્ટ (ઉ.૪૬) નામના બ્રાહ્મણ શખ્સને ક્રાઇમ બ્રાંચે તેના સાગ્રીત સાથે દબોચી લીધો છે. નિતીને ૨૧ ગુનાની કબુલાત આપી છે. તેની પાસેથી કુલ રૂ. ૧૯,૯૮,૧૯૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત,  જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ બલરામ મીના, ડીસીપી ઝોન-૨ કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈ્યાએ લુંટ-ચોરીના વણઉકેલ ગુના ઉકેલવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જગમાલભાઇ ખટાણા તથા કૃપાલસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે બસમાં મુસાફરો સાથે બેસી તેને ઘેની ઠંડાપીણા પાઇ બેભાન કરી દાગીના-રોકડ ચોરી લેતો ગોંડલનો શખ્સ નિતીન ઉર્ફ નિતેશ રમેશભાઇ નાગજીભાઇ ભટ્ટ (ઉ.૪૬) (રહે. ગોડલ ગુ.હા. બોર્ડ બ્લોક નં. ૨૩૯) કુવાડવા રોડ સાત હનુમાન પાસે સાગ્રીત સાથે ઉભો છે અને અનેક ગુના આચરી ચુકયો છે.

આ બાતમી પરથી નિતીન અને સાથેના શખ્સ નિરવ પુલીનભાઇ જમનાદાસ ધાનક (ઉ.૪૬) (સોની) (રહે. હાલ કાલાવડ રોડ, પંચનાથ કોમ્પલેક્ષ, મુળ ગોંડલ)ને પકડી લઇ આકરી પુછતાછ કરવામાં આવતાં નિતીને એક વર્ષથી છેલ્લા દસ દિવસ દરમિયાન ૨૧ ગુના આચર્યાની કબુલાત આપી હતી. અમદાવાદથી એક ઇનોવા ચોરી તેમાં સાગ્રીત નિરવ સાથે હતો. તેણે આપેલા ૨૧ ગુનાની કબુલાતની વિગતો નીચે મુજબ છે.

(૧) આજથી આશરે સાતેક માસ પહેલા અંબાલાલ પાર્ક સોસાયટી ઉમા હોસ્પીટલની બાજુમાં નરોડા રોડ અમદાવાદ ખાતેથી એક ટોયોટા કંપનીની ઈનોવા ક્રિસ્ટા ફોર વ્હીલ ગાડી રજી. જીજે ૨૭બીઈ ૧૩૦૪ની ચોરી કરેલની બન્ને આરોપીએ કબુલાત આપેલ છે. જે અંગે અમદાવાદ શહેર ક્રિષ્નનગર પો.સ્ટે. ખાતે ફ.ગુ.૨.નં. ૧૮૩/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૯ વિગેરે મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

(૨) આજથી આશરે પાંચેક માસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર આવેલ નંદનવન હોટેલ ખાતે ઉભી રહેલ પટેલ ટ્રાવેલ્સમાં બેઠેલ એક મુસાફરને ફેન્ટામાં કૈંકી પ્રવાહી પીવડાવી તેની પાસેથી સોનાનો ચેઈન (દોઢ લાખ) એક મોબાઈલ તથા સાત હજાર રૂપિયા રોકડાની ચોરી કર્યાની કબુલાત આપેલ છે. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી પો. સ્ટે. ખાતે ફ.ગુ.ર નં. ૧૨૧/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૯/૩૨૮ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.

(૩) આજથી આશરે દસેક દિવસ પહેલા નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલ દર્શન હોટેલ ખાતે ઉભી રહેલ મહાસાગર ટ્રાવેલ્સની બસમાં બેઠેલ એક મુસાફરને ફેન્ટામાં કૈફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી સોનાનો ચેઈન તથા સોનાની વીંટી એક તથા સાત હજાર રૂપિયા રોકડાની ચોરી કર્યાની કબુલાત આપેલ છે. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લા જોરાવરનગર પો. સ્ટે. ખાતે ફ.ગુ.ર. નં. ૧૮/૨૦૧૮ ઈ.પી.કો. કલમ - ૩૭૯.૩૨૮ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.

(૪) આજથી આશરે સવા ત્રણ માસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે નં. ૮ ઉપર આવેલ નંદનવન હોટેલ ખાતે ઉભી રહેલ શ્રી હરી ટ્રાવેલ્સમાં બેઠેલ એક મુસાફરને માઝામાં કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી સોનાની વીટી એક તથા રોકડા રૂ. ૫૫,૦૦૦ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પો. સ્ટે. ખાતે ફ.ગુ.ર. નં. ૧૦૯/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૭૯.૩૨૮ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.

(૫) આજથી આશરે નવેક માસ પહેલા જામનગરથી પાલનપુર જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચતા પાઈનેપલના જયુસમાં કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી સોનાનો ચેઈન તથા સોનાની લક્કી એક તથા સોનાની વીંટી એક તથા સેમસંગ કંપનીનો મોબાઈલ તથા પાવર બેંક તથા રોકડા રૂ. ૫૬૦૦ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે. જે અંગે રાજકોટ શહેર એ.ડિવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૩૧/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૮૦.૩૨૮ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.

(૬) આજથી આશરે બે માસ પહેલા જૂનાગઢથી આણંદ જતી એસ.ટી. બસમા બેઠેલ એક મુસાફરને કુવાડવા રોડ પર આવેલ ઈન્ડીયા પેલેસ હોટેલ ખાતે બસ ઉભી રહેતા ફેન્ટામાં કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી એક પેન્ડલ સહિત સોનાનો ચેઈન તથા સોનાની વીંટી એક ચોરી કર્યાની કબુલાત આપેલ છે. જે અંગે રાજકોટ શહેર કુવાડવા રોડ પો. સ્ટે. ખાતે ફ.ગુ.ર.નં. ૨૩/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૩૨૮ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.

(૭) આજથી આશરે છ માસ પહેલા અમદાવાદથી પોરબંદર જતી લકઝરી બસમા એક મુસાફરને કૈફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી બે સોનાની વીંટી ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૮) આજથી આશરે આઠેક માસ પહેલા રાજકોટથી ઉદયપુર જતી શ્રીનાથજી ટ્રાવેલ્સમાં બેઠેલ એક મુસાફરને દર્શન હોટલ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી એક ચેન ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૯) આજથી આશરે એકાદ વર્ષ પહેલા સુરતથી અમદાવાદ ખાતે જતી લકઝરી બસમાં બેઠેલ એક મુસાફરને નેશનલ હાઈવે નં. ૮ મારૂતિ હોટેલ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી બે સોનાની વીટી ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૦) આજથી આશરે ૬ માસ પહેલા ભાવનગરથી અમદાવાદ ખાતે જતી લકઝરી બસમા બેઠેલ એક મુસાફરને ધોલેરા પાસે તોરણ પાર્ક હોટેલ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી એક ચેન ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૧) આજથી આશરે ૬ થી ૭ માસ પહેલા જામનગરથી ભુજ ખાતે જતી લકઝરી બસમાં બેઠેલ એક મુસાફરને નેશનલ હાઈવે નં. ૮ લીંબડી પાસે આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી એક વીંટીની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૨) આજથી આશરે ૬ થી ૭ માસ પહેલા રાજકોટથી મુંબઈ ખાતે જતી લકઝરી બસમાં બેઠેલ એક મુસાફરને નેશનલ હાઈવે નં. ૮ લીંબડી પાસે આવેલ ઓનેસ્ટ હોટેલ ખાતે ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી એક લક્કીની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૩) આજથી આશરે ત્રણ થી ચાર માસ પહેલા અમદાવાદથી વેરાવળ જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને નેશનલ હાઈવે નં. ૮ લીંબડી પાસે આવેલ દર્શન હોટેલ ખાતે ઉભી રહેતા કૈફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૨ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૪) આજથી આશરે એક વર્ષ પહેલા વડોદરાથી પાલનપુર જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને નેશનલ હાઇવે નં.૯ પાલનપુર પાસે આવેલ બાપા સીતારામ હોટેલ ખાતે ઉભી રહેતા કેફી પ્રવાહી પીવાડવી તેની પાસેથી વીટી નંગ-ર, ચેઇન તથા એક લક્કી ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧પ) આજથી આશરે છ માસ પહેલા જુનાગઢથી અમદાવાદ કૃષ્ણનગર જતી બસમાં બેઠેલ એક મુસાફરને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૧ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૬) આજથી આશરે આઠેક માસ પહેલા રાજકોટ થી વડોદરા જતી લકઝરી બસમાં બેઠેલા એક મુસાફરને કુવાડવા રોડ પર આવેલ ઇન્ડિયા પેલેસ હોટેલ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૨ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૭) આજથી આશરે ત્રણ થી ચાર માસ પહેલા રાજકોટ થી વડોદરા જતી લકઝરી બસમાં બેઠેલ એક મુસાફરને દર્શન હોટેલ લીંબડી ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૧ તથા ચેઇન-૦૧ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૮) આજથી આશરે નવ થી દસ માસ પહેલા ઉનાથી અમદાવાદ ખાતે જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને મહુવા બસ સ્ટેન્ડ ખાતે ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૧ તથા ચેઇન-૦૧ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(૧૯) આજથી આશરે ચાર થી પાંચ માસ પહેલા રાજકોટ થી ખંભાળીયા જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે બસ ઉભી હતી ત્યારે કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૧ તથા ચેઇન-૦૧ તથા રોકડા રૂપિયા ૪૦,૦૦૦ની   ચોરી  કર્યાની  કબુલાત આપેલ છે.

(ર૦) આજથી આશરે બે થી ત્રણ માસ પહેલા જામનગર થી અમદાવાદ ખાતે જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને કુવાડવા રોડ પર આવેલ ઇન્ડિયા પેલેસ હોટેલ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-રની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

(ર૧) આજથી આશરે એકાદ વર્ષ પહેલા અમરેલી થી અમદાવાદ ખાતે જતી એસ.ટી. બસમાં બેઠેલ એક મુસાફરને ગઢડા બસ સ્ટેન્ડ ખાતે બસ ઉભી રહેતા કેફી પ્રવાહી પીવડાવી તેની પાસેથી વીટી નંગ-૦૧ તથા ચેઇન-૦૧ તથા લક્કી-૦૧ની ચોરી કર્યાની કબુલાત આપેલ છે.

કામગીરીમાં પી.આઇ. ગઢવી, પી.એસ.આઇ. કાનમીયા સાથે  જગમાલભાઇ, કુલદીપસિંહ, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ, કૃપાલસિંહ ઝાલા, સંતોષભાઇ મોરી, સંજયભાઇ રૂપાપરા સહિતના જોડાયા હતાં.

નિતીન ભટ્ટ આંતરરાજ્ય ગુનેગારઃ અત્યાર સુધીમાં ગુજરાત-મહારાષ્ટ્રના ૩૧ ગુનામાં પકડાઇ ચુકયો છેઃ માત્ર રાજકોટમાં જ ૧૯ ગુના નોંધાયા છે: પેરોલ જમ્પ કર્યા પછી આચર્યા ૨૧ ગુના

. ઉલ્લેખનિય છે કે નિતીન ઉર્ફ નિતેશ રમેશભાઇ ભટ્ટ છેલ્લે ૧૮-૧૨-૧૫ના રોજ પોરબંદરની જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. માત્ર રાજકોટમાંજ અગાઉ તેની સામે ૧૯ જેટલા ગુના નોંધાયા છે. આ સિવાય અમરેલી, પોરબંદર, સુરત, ગાંધીનગર, બોટાદ, રાજકોટ રૂરલ, અમદાવાદ, ગીર સોમનાથ, આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ જીલ્લામાં પણ તેની વિરૂધ્ધ ૧૨થી વધુ ગુના નોંધાયા છે. એટલુ જ નહિ ગુજરાતની સરહદો વટાવી તેણે મહારાષ્ટ્રના ધુલીયા, ઓૈરંગાબાદ, નાસિક અને પુના ડિસ્ટ્રીકટમાં પણ આ જ પધ્ધતિથી ગુના આચર્યા છે. અત્યાર સુધીમાં તે ૩૧થી વધુ ગુનામાં પકડાઇ ચુકયો છે. સહઆરોપી નિરવ સોની વિરૂધ્ધ રાજકોટના પ્ર.નગર અને એ-ડિવીઝનમાં તથા પોરબંદરના કમલાબાગમાં ચોરીના ગુના નોંધાયો છે.

અગાઉ એ-ડિવીઝન પોલીસે પકડ્યો ત્યારે સજા પણ પડી હતી. જે તે વખતે તેણે બચાવ માટે વકિલ નહિ રાખી પોતાના કેસ જાતે લડ્યા હતાં. (૧૪.૧૩)

(3:37 pm IST)