Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 27 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 45 કેસ નોંધાયા

રાજકોટ: શહેરમાં સાંજે 27 અને બપોરે 18 સાથે આજે કુલ 45 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 27 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 14,990 થયા છે. હાલમાં 327 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 59 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:20 pm IST)
  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST

  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST