Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

કુવાડવા ગામની નદીમાંથી કોહવાયેલી લાશ મળી: લોકોના ટોળા: કુવાડવા પોલીસ પહોંચી

કુવાડવા ગામની નદીમાંથી કોહવાયેલી લાશ મળી: લોકોના ટોળા: કુવાડવા પોલીસ પહોંચી

રાજકોટ : કુવાડવા ગામની નદીમાંથી એક અજાણ્યા પુરૂષ (ઉ.વ.૩૦)ની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. નદીમાં લાશ ઉંધી તરી રહી હોઇ કોઇએ જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ બી.પી. મેઘલાતર તથા રાઇટર મહાવીરસિંહે સ્થળ પર પહોચી અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. મૃતક અજાણ્યા યુવાને બ્લ્યુ કલરનું પેન્ટ અને લાલ સફેદ કલરનો શર્ટ પહેરેલ છે જો કોઇ આ યુવાનના વાલી વારસ હોઇ તો કુવાડવા રોડ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

(2:54 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST