Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પોકેટકોપ એપ દ્રારા સર્ચ કરી શંકાસ્પદ બાઇક સાથે એકને રાજકોટ તાલુકા પોલીસે પકડયો

રાજકોટ: રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન સાથેના પો.હે.કો.મોહસીનખાન મલેક તથા પો.કો. હર્ષરાજસિંહ જાડેજા તથા પી.સી.આર.-૨૩ ઇન્ચાર્જ પો.કો. જયદિપભાઇ ગોંડલીયાને ચોક્કસ બાતમી મળેલ કે મવડી ગામ તરફથી એક ઇસમ પાટીદાર ચોક તરફ હીરો હોન્ડા મો.સા. જેના રજી. નં.-GJ-03-AS-9725 છે, તેની પાસે બાઇકના કાગળો ન હોઇ મો.સા. સાથે પાટીદાર ચોકમાં મળી આવતા પોકેટ કોપ ઍપમાં સર્ચ કરાવતા કોઇ ડેટા મળી આવેલ ન હોય જેથી જેથી આ શખ્સ પાસે રહેલ મો.સા.ને CRPC કલમ - ૧૦૨ મુજબ શક પડતી મીલકત તરીકે મુદામાલ કબ્બે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી ના કામે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનું નામ સરનામું: જાહીદ અબ્દુલહબીબભાઇ કાદરી (ઉ.વ.૪૩ ધંધો કપડાની ફેરી રહે. કૃષ્ણ નગર શેરી નં.-૫, લીલાવર ખાન પઠાણની બાજુમાં પોપટ પરા ) છે.

પોલીસ ઇન્સ, જે.વી, ધોળા સાહેબ તથા પો.સ.ઇ. એન. ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. વિજયગીરી ગોસ્વામી પો.હે.કો. મોહશીનખાન મલેક તથા પો. કો. અમીનભાઇ ભલુર તથા પો.કો. હરસુખભાઈ સબાડ તથા પો.કો. મનિષભાઇ સોંઢીયા તથા પો.કો. ધર્મરાજસિંહ રાણા તથા પો.કો. હર્ષરાજસિંહ જાડેજા તથા પી. સી.આર. -૨૩ ઇન્ચાર્જ પો.કો. જયદિપભાઇ ગોંડલીયા સહિતે આ કામગીરી કરી હતી.

(10:28 am IST)
  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST