Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અંધ્રશ્રદ્ધા નિર્મૂલનની શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું કાલે ટંકારામાં સન્માન

રાજકોટ : રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથા છેલ્લા ૩૦ વર્ષથી વિજ્ઞાન-પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનની કામગીરી મિશનથી કરે છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. રપમી શનિવાર સવારે ૧૧ કલાકે દયાનંદ સરસ્વતી હોલ, આર્ય વિદ્યાલય, ટંકારા ખાતે શ્રેષ્ઠીઓનું સન્માન રાજયના એડી. ડી.જી.પી. ડો. વિનોદકુમાર મલ્લનના હસ્તે કરવા આયોજન થયું છે. તેમાં માવજીભાઇ દલસાણીયા, ભગવાનજીભાઇ ભીમાણી, દેવજીભાઇ પડસુંબીયા, રજનીભાઇ મોરસાણીયા, મેહુલભાઇ કોરીંગા , કાર્તિક બાવીસી વલસાડ, મનીષભાઇ કોરીંગ, હસમુખભાઇ દુબરીયા ટંકારા, પૃથ્વીસિંહ ચુડાસમા સરપંચ લાઠ, વિનોદભાઇ વામજા ઉપલેટા, ભરતભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, ધીરજકુમાર ચૌહાણ ખારોડ (વિજાપુર), ચંદ્રકાંતભાઇ મંડીર-રાજકોટ, રૂચિર કારીઆ મોરબી, અલ્પેશ કોઠીયા સરપંચ  પીપળીયા (મોરબી), કચ્છ એસ.એમ. બાવા-અંજાર, કચ્છી મગનભાઇ પટેલ-સુરત, દધિચી મહેતા-ભાવનગર, પ્રોફે. ડો. ઇરોઝ વાઝા, પ્રોફે. ડો. યશવંતભાઇ ગોસ્વામી, પ્રોફે. ડો. શાંતિભાઇ રાબડીયા, રાજયના સર્વોત્તમ શ્રેષ્ઠીઓનું બૌદ્ધિકોની હાજરીમાં બહુમાન થવાનું છે.

(4:43 pm IST)