Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાત્રે હિન્દી ફિલ્મ ગીતના સુવર્ણ યુગની 'સુરીલી સફર'

તેરી મહેફીલ મે કિસ્મત આજમાકર હમ ભી દેખેંગે... : વિજયભાઇ રૂપાણીના હસ્તે 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' સંગીત સંધ્યાનું દિપ પ્રાગટય : શહેરીજનોને આ અદ્ભૂત કાર્યક્રમ માણવાનો લ્હાવો અચૂક લેવા પદાધિકારીઓનો અનુરોધઃ વિરાણી હાઇસ્કુલમાં રાત્રે ૮.૩૦ના ટકોરે કાર્યક્રમ શરૂ થઇ જશે

રાજકોટ, તા. ર૪: પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૪મી જાન્યુઆરીએ બોલીવુડના પ૦ મ્યુઝિયમન્સ સાથે લાઇવ જૂના ગીતોનો 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનુ ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે.આ કાર્યક્રમમાં કવિતા મૂર્તિ, બેલા સુલાખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત સહિતનાં  બોલીવૂડનાં ગાયક જુના ગીતો રજૂ કરી રાજકોટની રંગીલી જનતાને ડોલાવશે. જેમાં લેજન્ડ સીંગરો મહમદ રફી, કીશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે વગેરેનાં કર્ણપ્રીય ગોતો રજૂ કરશે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એક યાદીમાં જણાવે છે કે, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ના રોજ રાત્રે ૯ વાગ્યે વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જુના ગીતોનો 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' કાર્યક્રમ યોજાશે.

 આ કાર્યક્રમમાં બોલીવૂડ સિંગર કવિતા મૂર્તિ, બેલા સુલાખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત અય મેરી જોહરાજબી, ઓ બસંતી પવન રે પાગલ, યે રાત યે ચાંદની ફિર કહાં, તેરી મહેફિલમે કિસ્મત, ઝુમતા મૌસમ મસ્ત મહિના, રાજકોટ રંગીલું શહેર છે, લેકે પહેલા પહેલા પ્યાર, ઓ મહેબુબા, ઉડે જબ જબ ઝુલ્ફે તેરી, જવાં હે મુહબ્બત વિગેરે જેવા જુના ગીતોની રમઝટ બોલાવશે.

આ કાર્યક્રમમાં પ૦ જેટલા મ્યુઝીશ્યનનો અલગ અલગ વાજીંત્રો સાથે લાઇવ પર્ફોમન્સ કરશે. જે આ કાર્યક્રમનું અનેરૂ આકર્ષણ બની રહેશે. મ્યુઝિક એરેન્જર સંજય મરાઠે આ મ્યુઝીક ઓરકેસ્ટ્રાનું ડિરેકશન કરશે.

આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે  સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.

જુના ગીતના આ શાનદાર કાર્યક્રમમાં એન્કર તરીકે વિખ્યાત મોડેલ અભિનેત્રી હેમાલી સેજપાલ રહેશે.

આ અદ્દભૂત કાર્યક્રમ માણવાનો લ્હાવો અચૂક લેવા શહેરીજનોને ઉમટી પડવા બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, પુષ્કરપટેલ, જયમીન ઠાકર, આશીષ વાગડીયા વગેરેનો અનુરોધ કર્યો છે.

તમામ શ્રોતાઓ શીંગ-રેવડીની મોજ માણશે

રાજકોટ : શહેરના વિરાણી હાઇસ્કુલમાં રાત્રે ૮:૩૦ કલાકે મ્યુ. કોપોેરેશન દ્વારા 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' જુના ગીતોનો કાર્યક્રમ પ૦ ઓરકેસ્ટ્રા સાથે લાઇવ યોજાશે. આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત શ્રોતાઓ ગીત સાથે શીંગ, રેવડીની મોજ માણશે.

૬૦ મ્યુઝીશ્યનનો દ્વારા અલગ અલગ વાજીંત્રો સાથે લાઇવ પર્ફોમન્સ

રાજકોટઃ આજે મ્યુ. કોર્પોરેશન દ્વારા યોજાનાર 'સુરીલી શામ' સંગીત સંધ્યામાં ૬૦ મ્યુઝિશ્યનો લાઇવ ઓરકેસ્ટ્રા સાથે સંગીતની સુરાવલી લહેરાવશે. જેમાં ૧૬ વાયોલીન, ૬ વીપોલા, લીડ ગીટાર, સ્પેનિશ ગીટાર, બાસ ગીટાર, ર ફલ્યુટ, ૩ કીબોર્ડ, પ બ્રાસ, સેકશોફોન, સોપર્નો સેકસ, મેન્ડોલીન, સીતાર, એકઝોટિક ડ્રમ, ર પર્સીયન, ઢોલક, ર તબલા, ર ઢોલક અને ૧૧ કોરસનો કાફલો ગીત-સંગીતની જમાવટ કરશે. આ કાર્યક્રમમાં ૬૦ મ્યુઝીશ્યનનો અલગ અલગ વાજીંત્રો સાથે લાઇવ પર્ફોમન્સ કરશે. જે આ કાર્યક્રમનું અનેરૂ આકર્ષણ બની રહેશે. મ્યુઝિક એરેન્જર સંજય મરાઠે આ મ્યુઝીક ઓરકેસ્ટ્રાનું ડિરેકશન કરશે.

(4:40 pm IST)