Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મોઢ વણિક મિત્ર મંડળ દ્વારા લોટી ઉત્સવ-અન્નકુટ દર્શન,કિર્તન સાથે ૧૧ મનોરથીની હારમાળા

રાજકોટ : તાજેતરમાં મોઢ વણિક મિત્ર મંડળ રાજકોટ આયોજીત ધાર્મિક મહોત્સવનું એપલ પાર્ટી પ્લોટમાં મોઢ વણિક મિત્ર મંડળના સભ્ય પરિવારનું ''ચલોબ્રીજમ ેંશ્રીયમુનાજીકે સંગ'' ના મહોત્સવના બેનર તળે જુદા જુદા-૨૧  મનોરથની હારમાળા સર્જી દરેક જ્ઞાતિબંધુ વૈષ્ણવજનોને ઓલોૈકિક ધાર્મિક લાભ લેવડાવ્યો હતો.ધાર્મિક મહોત્સવના પ્રારંભમાં પંચદેવનું લાઇવ સ્થાપન કરવામાં આવેલ, જેમાં શ્રીનાથજી બાવા(બ્રિજેશભાઇ મુકુંદભાઇ કલ્યાણી), મહાપ્રભુજી (સંદિપભાઇ સૂર્યકાંતભાઇ કલ્યાણી), યમુના મહારાણી (શ્રીમતી હિતાબેન નિલેશભાઇ કલ્યાણી)શ્રી કૃષ્ણ (વરૂણભાઇ અશ્વિનભાઇ પટેલ), રાધાજી (શ્રીમતી શ્વેતાબેન વરૂણલાલ પટેલ) ને આબેહુબ દેવ સ્ર્વરૂપ ધારણ કરાવી દરેક વૈષ્ણવને લાઇવ દર્શન કરાવવામાં આવ્યા હતા. સેલ્ફી લેવા ભીડ જામેલ. કાર્યક્રમના પ્રથમ ચરણમાં શ્રી કૃષ્ણ પ્રભુની ભવ્ય વર્ણાગી સાથે વિવાહ ખેલ મનોરથની શોભાયાત્રા નીકળેલ, જેમાં ૧૦૮ થી વધારે સાફાધારી યુવાનો, સંગીતની સુરાવલી સાથે બેન્ડ વાજા, ઉપરણા ધારી મનોરથી તથા જ્ઞાતિ અગ્રણી વૈષ્ણવો જોડાયેલ. શ્રી કૃષ્ણ પક્ષે વિવાહ ખેલનાં ભાગ્યશાળી મનોરથી મગનલાલ પ્રાણજીવન પટેલ પરીવારનું શ્રી કૃષ્ણ (બુધ્વી)ને બગી ગાડીમાં બીરાજમાન કરી જાન વર્ણાગી એપલ પાર્ટી પ્લોટના માંડવે આવતા કન્યા ચી. જીજ્ઞા ધર્મેશભાઇ કલ્યાણી, રૂક્ષ્મણીજી પક્ષે વિવાહ ખેલનાં ભાગ્યશાળી મનોરથી કિરીટભાઇ ચંદુભાઇ પટેલ પરીવારએ શ્રી કૃષ્ણ પક્ષે શ્રી ખુષ્વી આશીષભાઇ પટેલનું ભવ્ય સ્વાગત સાથે સત્કારેલ. ચી. જીજ્ઞા રૂક્ષ્મણીજીને શરણગારેલી ડોલીમાં બેસાડીને ૧૦૮ બહેનોની માનવ સાંકળ રચીને લગ્નમંડપમાં આગમન કરાવેલ. ભસ્કિતસભર વાતાવરણમાં ીજી પ્રભુનો વિવાહ દેલ પ્રસંગ સંપન્ન થયેલ, ત્યારબાદ જુદા જુદા ગોપીરાસ પરીવારીકનું આયોજન કરેલ, જેમાં મ઼ડળની બહેનોએ રાસની રમઝટ બોલાવેલ, ત્યારબાદ જેજે શ્રી સપ્તમ પીઠ યુવારાજ ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજ તથા ગો.૧૦૮ શ્રી અનિરૂધ્ધલાલજી મહોદયે સહ પરીવાર પધારી કાર્યક્રમની ગરીમાં દિવ્યતા સભર કાર્યક્રમ થયેલ. પુરા પરિવારને માલ્યાજી અર્પણ કરી ભાવભર્યુ સ્વાગત કરવામાં આવેલ. બન્ને મહોદયના હસ્તે લોટી -ઉત્સવના ભાગ્યશાળી મનોરથી કોૈશિકભાઇ પ્રતાપભાઇ કલ્યાણીની મુખ્ય લોટીજી ખોલીને જળજી વાટીને દરેક વૈષ્ણવજનને યમુનાજળનો લાભ લેવડાવેલ. દરેક વૈષ્ણવોએ મહારાજ મહોદયના ચરણસ્પર્શ અને શ્રી દિપશીખા વહુજીની વચનામૃતનો લાભ લીધેલ. પાર્ટી પ્લોટ ખાતે ગીરીરાજજી દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેના ભાગ્યશાળી મનોરથી પંકજભાઇ ભુપતભાઇ રાઠોડએ લાભ લીધેલ તેવીજ રીતે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવેલ. મનસુખભાઇ કાન્તીભાઇ પટેલ તથા અશ્વિનભાઇ ચંદુલાલ પટલએ બન્ને દાતાશ્રીએ ભકિતભાવનો લાભ લીધેલ. અન્નકોટની સામગ્રી પધરાવવા બદલ મહિલા સત્સંગ મંડળની બહેનોને તથા વ્યવસ્થા બદલ શ્રીમતી ગીતાબેન અશ્વીનભાઇ પટેલ,, શ્રીમતી પ્રવીણાબેન દીલીપભાઇ પટલની મંડળે આભારની લાગણી પ્રદર્શીત કરેલ. કાર્યક્રમના અંતમાં સમુહ આરતીનું આયોજન કરવામાં આવેલ જેના ભાગ્યશાળી મનોરથી અરવિંદભાઇ રમણીકલાલ શાહે લાભ લીધેલ. અન્ય ભાગ્યશાળી મનોરથી જીતેન્દ્રભાઇ મોહનલાલ અંબાણી, અલ્પાહાર મનોરથી તરલાબેન રસીકભાઇ મહેતા તથા નરેનભાઇ રસીકભાઇ મહેતા, ફુલફાગના મનોરથી જયશ્રીબેન હરકિશનભાઇ મોદી તથા હેમલભાઇ હરકિશનભાઇ મોદી, કિર્તનનાં મનોરથી રમેશભાઇ બાબરીયા-જેતપુરવાળા તથા સુનીલભાઇ વોરા, વર્ણાગીના મનોરથી દિપુભાઇ જેન્તીભાઇ શાહ, અજયભાઇ મનસુખભાઇ ગઢીયાએ ધર્મ લાભ લીધેલ. અધ્યક્ષપદે દુબઇના મુકેશભાઇ પરીખ, સેટુભાઇ શાહ, આમંત્રિત મહાનુભાવો પદે રાજકોટના રમેશભાઇ જીવાણી, મુકેશભાઇ દોશી, ધર્મેન્દ્રભાઇ મહેતા, સેટુભાઇ શાહ, સુનીલભાઇ મહેતા, નિરજભાઇ મહેતા, ભાગ્યેશભાઇ વોરા, મનસુખભાઇ ઝાલાવાડીયા,(બેકબોન ગ્રુપ) અમદાવાદના પિનાકીનભાઇ સી. શાહ, નિલેશભાઇ કલ્યાણી, મુંબઇના યોગેશભાઇ શાહ, નવીનભાઇ ગાંધી, ઉનાના દિપકભાઇ શાહ, સુરેન્દ્રનગરના રશ્મીભાઇ મહેતા, મોરબીના પ્રશાંતભાઇ પરીખે ભકિતભાવ સાથે ઉપસ્થિત રહી પ્રસંગની ગરીમામાં વધારો કરેલ, દરેક મનોરથી તથા આમંત્રિત મહાનુભાવોને પુષ્પ ગુચ્છ તથા ખેસ, પાઘડી, પહેરાવી ભગવાનનું સિંહાશન યીફટ આપી, મંડળની વ્યવસ્થાપક કમીટી મેમ્બરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ. મિત્રમંડળની પુરી કાર્યવાહક કમીટીએ સરપ્રાઇઝ આ અદભુત અને ભવ્ય આયોજનમાં સિંહફાળો પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી,અને પુનમબેન કલ્યાણી નું શાલ, સાફો તથા ગીફટ આપી જાજરમાન સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયે ૧૦૦૦ થી વધારે જ્ઞાતિબંધુએ હાથમાં રાખેલ દીવડાને પ્રગટાવી જાજરમાન મહાઆરતી ઉતારી મંડળ તરફથી મહાપ્રસાદ લેવડાવવામાં આવેલ. બપોરના કાર્યકર્તા, તમામ મનોરથી, સહમનોરથી, ચીફ ગેસ્ટનું ગેટ ટુ ગેધર જમણવાર રાખવામાં આવેલ. પ્રોગ્રામના મધ્યાંતરમાં ભેળનું બાઉલ તથા મીકસ ચીકીનું બાઇટીંગ સર્વ કરવામાં આવેલ. મોટેરાઓ માટે નોનસ્ટોપ, ગરમાગરમ ચા કોફી અને કાવાની વ્યવસ્થા અને ગીરીરાજ પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ. બાળકોના મનોરંજન માટે પોપકોનૃ કાઉન્ટર, જમ્પીંગ જોકર, સેલ્ફી માટે વિન્ટેજ કાર, ફેન્સી થ્રી વ્હીલ બાઇસીકલ રાખવામાં આવેલ. કાર્યક્રમને સફળ કરવામાં પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, મનીષભાઇ પટેલ, હિરેનભાઇ કલ્યાણી, ગોપી પટેલ, દિપક કલ્યાણી, ધર્મેશ જીવાણી, ડીમ્પેશ અંબાણી, પ્રકાશ  ગાંગડીયા, ધર્મેશ કલ્યાણી, સાગર પટેલ, પ્રકાશ કલ્યાણી, ધીમંત કલ્યાણી, તુષાર પટેલ, મનોજ અંબાણી, વિશાલ ભાડલીયાએ જહેમત ઉઠાવેલ. આભારવિધીશ્રી મનીષભાઇ પટેલ એ કરેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી કતેનભાઇ બોઘાણી તથા પીયુષભાઇ પટેલ એ કરેલ. પ્રચાર પ્રસાર સેવા શ્રી અશ્વિનભાઇ પટેલએ આપેલ તેમ મંડળના પ્રનંદભાઇ કલ્યાણીની યાદીમાં જણાવાયું છે.

(4:38 pm IST)