Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આકોલવાડી-ગીર ખાતે કેનવાસ-ર૦ર૦ કલા શિબિર

તાજેતરમં ગીર વેલી આટીસ્ટ વિલેજ, આકોલવાડી-ગીર ખાતે કેનવાસ-ર૦ર૦ કલા શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના નામી કલાકારોએ ભાગ લીધો હતો. આમ્રવેલીઓ વચ્ચે સંક્રાંતિકાળના આહ્ય્દક વાતાવરણમાં કલાકારોએ આ મૈત્રી-કલા શિબિરમાં કુદતરતને ભરપુત માણી હતી. અને તેનો કેફ પોતાની કલાકૃતિમાં ઉતાર્યોહતો. શિબિરનું આયોજન ગુજરાત રાજય લલિત કલાના કલા-ગૌરવ પુરસ્કાર મેળવેલ વડોદરાના કલાકાર કૃષ્ણ પડિયા દ્વારા અમદાવાદ, વડોદરા તેમજ રાજકોટના યુવા અને નવતર પ્રયોગશીલ સર્જક કલાકરોની પસંદગીથી કરવામાં આવેલ જેમાં-વિપુલ પ્રજાપતિ રવિસુલેચા, મનીષ સોલંકી, ધવલ પ્રજાપતિ ઉમેશ કયાડા અને કૃષ્ણ પડિયા દ્વારા કેનવાસ પર જુદા જુદા માધ્યમોના ઉપયોગથી નવસર્જન કરવામાં આવ્યુંહ તું ત્રિ-દિવસીય મૈત્રી-કલા શિબિર ગીર વેલી આર્ટીસ્ટ વિલેજ આકોલવાડી-ગીરનું પ્રથમ આયોજન સભર સોપાન છે. તેમ જાણાવતા આર્ટીસ્ટ વિલેજના અધ્યક્ષ અને કલાકાર  ઉમેશ કયાડા કહે છેકે આ જગ્યા કલાકારોથી કલાકારો માટે કલાકારો દ્વારા ચલાવી શકાય તેવા હેતુ સાથે ઉભુ કરવા વિચારેલ છે.આગામી સમયમાં પણ જુદા-જુદા માધ્યમોને લઇ નવોદિત તેમજ વરિષ્ઠ કલાકારોને નવસર્જન કરવા માટે આમંત્રીત કરવામં આવશે.

(4:32 pm IST)