Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રવિવારે દાસારામ બાપાનો જન્મોત્સવ : શોભાયાત્રા-મહાપ્રસાદ

સવારે ધ્વજા રોહણ, બપોરે મહાઆરતી, રાત્રે ધૂન કિર્તન પાઠ : દાસારામ સગર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી

રાજકોટ તા. ૨૪ : સંત શિરોમણી પૂ. દાસારામ બાપાનો જન્મોત્સવ તા. ૨૬ ના રવિવારે ધામધૂમથી ઉજવવા દાસારામ સગર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે તા. ૨૬ ના પૂ. દાસારામ બાપાની ૩૮૧ મી જન્મ જયંતિ છે. ત્યારે સમસ્ત સગર સમાજના હૈયે અનેરો હરખ છવાયો છે. આખો દિવસ શ્રેણીબધ્ધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.

તા. ૨૬ ના રવિવારે સવારે ૮ વાગ્યે પરસોતમભાઇ મારખીભાઇ કારેણાના નિવાસ સ્થાન, શકિતનગર શેરી નં. ૧, પરીન ફર્નીચરની પાછળ, ગોંડલ રોડ, વાવડી ખાતેથી પૂ. બાપાની વિશાળ તસ્વીર સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. પગપાળા આ શોભાયાત્ર મુખ્ય માર્ગો ફરી 'દાસેવ ધામ' જુના ટોલનાકા પાસે, રવેચીનગર, કોઠારીયા સોલવન્ટ ખાતે સમાપન પામશે.

સવારે ૧૦ વાગ્યે ધ્વજારોહણ, બપોરે ૧૧ વાગ્યે મહાઆરતી કરાશે. બાદમાં મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બપોરે ર વાગ્યાથી હાલાર, બરડા વિસ્તારમાંથી આવેલ ધુન મંડળીઓ દ્વારા ધુન ભજન કિર્તનની રમઝટ બોલાવાશે. જયારે રાત્રે ૧૦ વાગ્યે પૂ. દાસારામબાપાનો પાઠ ધૂન કિર્તન અને રાસનું આયોજન કરાયુ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાસારામ સગર સેવા સમાજ ટ્રસ્ટની દોરવણી હેઠળ અશ્વિનભાઇ કરથીયા (મો.૯૯૭૮૦ ૯૪૨૫૯), શૈલેષભાઇ પીપરોતર (મો.૯૪૨૭૨ ૨૨૩૫૧), જયેશભાઇ સોલંકી, કિશોરભાઇ પીપલોતર, ભરતભાઇ કરથીયા, મનસુખભાઇ પીપરોતર, દિનેશભાઇ સરેણા, બાબુભાઇ સોલંકી, ગોવાભાઇ કદાવલા, કમલેશભાઇ નનેરા, જયેશભાઇ કારેણા, નગીનભાઇ પીપરોતર, લાખાભાઇ પીપરોતર, કેશુભાઇ સોલંકી, માલદેભાઇ કારેણા, પાલાભાઇ સોલંકી, પાલાભાઇ પીપરોતર, કિરીટભાઇ ગોરફાડ, દિલીપભાઇ સોલંકી, કેશુભાઇ ગોરફાડ, ભરતભાઇ પીપરોતર, દિપકભાઇ કરથીયા, ગોવિંદભાઇ ચાવડા, માલદેભાઇ નનેરા, બાબુભાઇ કદાવલા, હિરાભાઇ સોલંકી, અરજનભાઇ સરેણા, પ્રવિણભાઇ રાઠોડ, દિલીપભાઇ ગાજણોતર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા દાસારામ સગર સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:30 pm IST)