Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મણીયાર હોલમાં કાલે કરાઓકે માધ્યમથી દેશભકિત ગીતો રેલાશે

રાજકોટ તા. ૨૪ : ગોલ્ડન મેમરીઝ મ્યુઝીકલ મીશન દ્વારા કાલે શનિવારે દેશભકિતના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે શનિવાર તા. ૨૫ ના રાત્રે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને દેશભકિત સભર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ કરાઓકે ટ્રેક પર યોજેલ છે.

કર ચલે હમ ફીદા, હોઠો પે સચ્ચાઇ રહેતી હૈ, ઐ મેરે વતન કે લોગો સહીતના જુસ્સો ચડાવતા ગીતોનું સીલેકશન કરવામાં આવ્યુ છે.

કિશોર, રફી, મુકેશ, લતા સહીતના ગાયકોને કરાઓકેના માધ્યમથી જીવંત બનાવાશે. આ કાર્યક્રમમાં મુમતાજબેન મુલ્લા વો.ઓફ લતા-આશા, નિતાબેન ઉપાધ્યાય વો.ઓફ શમસાદ બેગમ અને ગીતા દત્ત, શિતલબેન લખતરીયા વો.ઓફ લતા, જીતુભાઇ હીરાણી વો.ઓફ રફી, દ્વારકાદાસ ઝીંઝુવાડીયા વો.ઓફ કિશોર, આનંદભાઇ માંડલીયા વો.ઓફ મુકેશ, પિયુષભાઇ ઉમરાણીયા વો.ઓફ રફી, વિપીન પારેખ મીમીક્રી આર્ટીસ્ટ, પ્રવિણાબેન ભટ્ટ એન્કર  તરીકે સેવા આપશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કરાઓકે કલાકારો નજરે પડે છે. 

(4:29 pm IST)