Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસોે.ના નવા સભ્યોની વરણીઃ ફેબ્રુઆરીમાં સિલેકશન

રાજકોટઃ તા.૨૪, રાજકોટ ડીસ્ટ્રીકટ ચેસ એસોસીએશનની રાજકોટ ખાતે ૨૦૨૦ની સાધારણ સભા મળેલ હતી. જેમા રાજકોટમાં ચેસ વધુ વેગવંતુ બનાવવા કમિટી મેમ્બરોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રેસીડન્ટ શ્રી કે પટેલ વાઇસ પ્રેસીડેન્ટ શ્રી નિશ્ચલભાઇ સંઘવી, સેક્રેટરી શ્રી નિરજભાઇ શાહ, ખજાનચી શ્રી મિતેષ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૌષિકભાઇ સોલંકી, ટ્રસ્ટીઓમાં શ્રી મનીષભાઇ પરમાર, શ્રી જીમ્મીભાઇ દક્ષિણી, શ્રી મૌકિતક ત્રિવેદી, શ્રી માધવભાઇ જશાપરા, અવિરત સેવા આપી રહયા છે.

આ કાર્ય વધુ સફળ કરવા રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસોશીએશનમાં શ્રી પરીન પટેલ, શ્રી મિતેષભાઇ બાબરીયા, શ્રી ચેતનભાઇ કામદાર, શ્રી વિપુલ મકવાણા, શ્રીમતી શૈલીબેન અજમેરા, શ્રીમતી જાગૃતિબેન બાબરીયાની કમીટી મેમ્બર તરીકે સર્વાનુમતે નિમણુુંક કરવામાં આવેલ હોવાનું વાઇસ પ્રેસીડેન્ટ  શ્રી નિશ્ચલભાઇ સંઘવી તથા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૌશિકભાઇ સોલંકીએ તેમની યાદીમાં જણાવેલ છે. રાજકોટ ડીસ્ટ્રીકટની ૨૦૨૦ની ટુર્નામેન્ટમાં શ્રી મહેશભાઇ વ્યાસ કન્વેયર તેમજ અતુલ માકડીયા આર્બીટર તરીકે સેવા આપશે. તેમ અંતમાં જણાવાયું છે.

અન્ડર-૯ સ્ટેટ સિલેકશન

રાજકોટ ડીસ્ટ્રીકટ ચેસ અન્ડર-૯ સ્ટેટ સીલેકશનની ટુર્નામેન્ટ રાજકોટ ખાતે તા.૨ ફેબ્રુઆરીના રવિવાર સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા ચોક ખાતે સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે. એન્ટ્રી ટુર્નામેન્ટ કન્વીનીયર શ્રી મહેશભાઇ વ્યાસ (વ્યાસજી)ને મો.૯૩૨૭૬ ૦૫૭૬૯  ઉપર તા.૩૧ સુધીમાં લખાવી આપવા વિનંતી કરાઇ છે.

(4:21 pm IST)