Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૧ લાખ પુસ્તકો સાથે વિશ્વની સૌથી મોટી પર્સનલ લાયબ્રેરી ઓશોની

ઓશોએ ચોર બજારમાંથી પણ પુસ્તકો ખરીદેલા : તેમનો આખો દી' વાચવામાં જતો : વિશ્વનું સૌથી મોટું વ્યકિતગત પુસ્તકાલય ઓશોનું છે : તેના પુસ્તકાલયમાં એક લાખ જેટલા પુસ્તકો છે

ઓશોનો પુસ્તક પ્રેમ

* ઓશોને પુસ્તક પર ખુબજ પ્રેમ હતો. ઓશોનો પુસ્તક પ્રેમ જોઇને તેમના પિતાએ એક વખત ઓશોને કહ્યું કે પહેલા આપણા ઘરમાં પુસ્તકાલય હતું. હવે પુસ્તકાલયમાં આપણું ઘર છે અને હવે બધા ઘરનાઓએ પુસ્તકોનો ખ્યાલ રાખવો પડે છે. કારણ કે તમારી કોઇપણ પુસ્તક સાથે ગડબડ થઇ જાય તો તમો એટલો અવાજ ઉઠાવો છો કે દરેક વ્યકિત તમારા પુસ્તકથી ભયભીત છે.

* ઓશોને પસંદ નહોતું કે તેમના પુસ્તકને નિશાન લગાવે કે અંડર લાઇન કરે ઓશોના પુસ્તકાલયમાંથી કોઇ પુસ્તક વાંચવાનું કોઇને પસંદ નહોતું. ઓશો કહેતા કે મારા માટે બીજાએ અંડર લાઇન કરેલ પુસ્તક વાંચવું એવું છે કે કોઇ વેશ્યા પાસે જઇને રહેતા હોય મારા માટે કોઇ પુસ્તક કોઇ પુસ્તક જ નથી તે એક પ્રેમ સંબંધ છે.

* ઓશોને વાંચતા તેમની નાનીએ શીખવ્યુ તેમને જે પુસ્તક પ્રિય હતુ તે તેમની નાનીને એક જ રાતમાં વાંચીને સંભળાવતા પહેલુ પુસ્તક જે તેમને નાનીને વાંચીને સંભળાવ્યું તે હતુ ધ બુક ઓફ મીરદાદ

* મનુ સંહિતા, મનુ સ્મૃતિ, હું દુનિયાની સૌથી વધુ કુરૂપ પુસ્તક માનું છું.

* ઓશોએ કયારેય પણ તેમના પિતાજી પાસે પુસ્તકો સિવાય બીજી કોઇપણ વસ્તુ માટે પૈસા નથી માગ્યા.

* ઓશોએ પોતાની નવ વર્ષની ઉંમર સુધીમાં કયારેય સ્કુલમાં પગ નથી મુકયો, પરંતુ તે હિન્દી અને અંગ્રેજીના પ્રખર જાણકાર હતાં. બચપણ સુધીમાં તેમણે લગભગ ૩૦૦૦ પુસ્તકોનો અભ્યાસ કરી લીધો હતો.

* તેઓ તે પુસ્તકોનો અભ્યાસ રાત્રીના કરતા. વાંચતા-વાંચતા જ્યારે તેમનું માથુ દુખવા લાગતુ તો આખી રાત માથા પર મલમ લગાવ્યા કરતા. અને ત્યાર પછી નદીમાં તરવા માટે ઉતરતા હતાં.

* ઓશો જબલપુર વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્ર તેમજ જબલપુર નવભારત ટાઇમ્સ અખબારમાં સંપાદક તરીકે કાર્ય કરેલ.

* ત્યારપછી ઓશોએ પોતાને પુરી રીતે આધ્યાત્મિક અધ્યયનમાં સમર્પિત થયા અને એક અઠવાડીયામાં લગભગ ૧૦૦થી વધુ પુસ્તકો વાંચતાં.

* ઓશોએ ૪૦ વર્ષની ઉંમર સુધી ૧૦૦ પુસ્તકોથી શરૂ કરેલ અધ્યયનનો સીલસિલો ૨૦૦૦૦૦ પુસ્તકો સુધી પહોંચ્યો.

* સન ૧૯૫૪માં જ્યારે તેઓ માત્ર ૨૩ વર્ષના હતા ત્યારે તેમનો પુરો પગાર (૧૭ રૂપિયા) પી.ડી. હોસ્પેનસ્કીની કેરેટીયમ ઓર્ગનામ પુસ્તકની ફોટોગ્રાફી કરવામાં ખર્ચી દીધી હતી.

* કહેવાય છે કે ઓશો જે પુસ્તક વાંચી લેતા તેમના છેડે પોતાના હસ્તાક્ષરથી તારીખ લખીને અલગ રાખી દેતા.

* ઓશો વાંચવાનો એટલો શોખ ધરાવતા કે ભોજન અને સવારના પ્રવચન સિવાય આખો દિવસ વાંચવામાં જ પસાર કરતાં.

* ઓશોએ પોતાના પુસ્તકાલય માટે સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે કોઇપણ બે પુસ્તકો એક જ રંગ અને આકારની એક સાથે ન રાખવી તે ઇચ્છતા હતા કે જોવાવાળાને પુસ્તકો ઇન્દ્રધનુષની જેમ દેખાવવી જોઇએ. કોઇ આકાર યા રંગ સૌદર્યમાં બાધા ન બનવા જોઇએ.

* બોમ્બે છોડતા પહેલા ૧૯૭૪માં ઓશોએ માય વે ધ વે ઓફ ધ વ્હાઇટ કલાઉડની અંગ્રેજી આવૃતિ પુસ્તકની સીરીઝનું વિમોચન કર્યું.

* સન ૧૯૭૪ થી ૧૯૮૧ સુધી ઓશોએ તેમના પ્રવચનોમાં કુલ ૩૩ મીલીયન શબ્દો બોલ્યા. તે સમયમાં ઓશોએ ૧૦ હજારથી વધુ પ્રશ્નોના જવાબ.

* જાહેરાત વિના સાહિત્યીક લેખક તરીકે બધાથી વધારે પુસ્તકો ભારતમાં વહેચાણા હોય તો તેમના લેખક ઓશો છે. એક વર્ષમાં એક મિલિયનથી વધારે પુસ્તક તેમજ કેસેટ ભારતમાં વહેંચાય છે. જે તેર ભારતીય ભાષામાં ૪૫૦ ટાયટલથી ઉપલબ્ધ છે. ૨૦૦૦થી વધારે પુસ્તકો ૪૦ બીજી ભાષામાં અનુવાદ થઇ ચુકેલા છે.

* આજના સમયમાં પુરી દુનિયામાં ઓડીયો પુસ્તક વહેંચાતી હોય તો તે ઓશો રચિત છે.

* એક શોધ મુજબ ઓશોને ઇન્ડીયાસ ગ્રેટેસ્ટ બુક મેનના સંબોધન કરેલ છે.

* પુનાના ઓશો કોમ્યુનમાં ઓશોની પોતાની લાઓત્સે પુસ્તકાલય વિશ્વનું સૌથી મોટુ વ્યકિતગત પુસ્તકાલય છે.

* ઓશોને ૨૦ સદીના સૌથી વધુ પુસ્તકો વાંચવાવાળા પુરૂષમાં ગણવામાં આવે છે.

* સને ૧૯૪૪માં એટલે કે ૧૪ વર્ષમાં ઓશોને પોતાને હાથથી લખીને પ્રયાસ નામની પત્રિકાનું પ્રકાશન કર્યુ હતું.

* ઓશોને રવિન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય વાંચવાનું ખૂબ પસંદ હતું.

* જે પુસ્તકાલયનો ઓશોએ નિયમીત ઉપયોગ કર્યો હતો. તે હતુ જબલપુરનું રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય પુસ્તકાલય.

* તરલવાણી ઓશોનું હિન્દીમાં પ્રકાશીત પહેલું પ્રવચન હતું જે નાની પુસ્તીકા અને પેમ્પલેટમાં પ્રકાશીત હતું.

* ઓશો જબલપુરમાં પોતાની પસંદગીના હિન્દી પુસ્તકો જે બુકની દુકાનમાંથી ખરીદતા તેનું નામ હતું. સુષ્મા સાહિત્ય મંદિર

* ઓશોએ પોતાની પહેલી શિબિર ૧૯૬૪માં રાજસ્થાનના કનકપુરમાં કરી હતી.

* પુસ્તકના રૂપમાં જે હિન્દીમાં પ્રકાશીત થયેલ પુસ્તક હોય તો તે સાધના પથ તથા ફીલોસોફી ઓફ નોન વાયોલન્સ અંગ્રેજીમાં પહેલું પુસ્તક હતું કે બુકલેટના રૂપમાં હતી.

* ઓશોના પુસ્તકોનું પ્રકાશન તેમજ તેમની યાત્રાનુ આયોજન તેમની સંસ્થા જીવન જાગૃતિ કેન્દ્રથી થતું હતું. તેની સ્થાપના ૧૯૬૫માં થયેલ. જેનું નામ ૧૯૭૫માં બદલીને રજનીશ ફાઉન્ડેશન રાખવામાં આવ્યું છે.

* આય એમ ધ ગ્રેટ ઓશોના અંગ્રેજીમાં પહેલા શ્રેણીબધ્ધ પ્રવચન જેમણે ઓશોએ ૧૯૭૧માં બુંદેલ ખંડમાં આપ્યું હતું.

* ઓશોને વાંચવાનો એટલો શોખ હતો કે તેઓ ચોર બજારમાં વેંચાતી પુસ્તકોને પણ ખરીદવાનું ચુકતા નથી.

* ઓશોની પુસ્તકો વાંચવાની ઝડપ ખુબ તિવ્ર હતી. છતાં પણ તેઓ તે પુસ્તકોમાંથી અગત્યની વાતો યાદ રાખવામાં અલગ કરવામાં સક્ષમ હતાં.

* ઓશોને વાંચન દરમ્યાન જે વાત મહત્વપૂર્ણ લાગતી તેમને તે લાલ તેમજ લીલા રંગના ટપકાથી નિશાની કરતાં. તેમજ હાસિયા ઉપર તે અંગેની ટીપ્પણી લખીને મુકતા હતાં.

* ઓશોના લાઓત્સે પુસ્તકાલયના બધા જ વિભાગનું અલગ નામ છે. જેમ કે રામકૃષ્ણ, કબીર, શાર્ક, રાબીયા, વિમલકિર્તિ, દેવતીર્થ, અને મૈત્રી

* તેના પુસ્તકાલયમાં લગભગ ૧ લાખ પુસ્તકો છે.

* લગભગ ૩૫૦૦ પુસ્તકોમાં ઓશોના વિભીન્ન પ્રકારના હસ્તાક્ષર તેમજ તેમણે બનાવેલ રંગીન પેઇન્ટીંગ પણ છે.

* ઓશો પુસ્તકોના અંતમાં વાંચ્યા પછી બનાવતા હતાં.

* સને ૧૯૯૮ના મધ્યમાં ઓશોના પુસ્તકોમાંથી ઓશોનું પેઇન્ટીંગ દુર કરવામાં આવ્યું. અને તેમને અલગથી સુરક્ષીત લઇ લેવામાં આવ્યું જેથી કોઇને ઓશોની પેઇન્ટીંગ જોવી હોય તો વારંવાર પુસ્તકો જોવા ન પડે.

* ઓશોએ મૃત્યુ પહેલા તે પુસ્તકાલયના પુસ્તકોને કબાટોમાં બંધ રાખવા કહ્યું હતું. સાથે તેમણે કહ્યું હતું કે આ પુસ્તકો વાંચવાની એમને જે અનુમતી છે જે ઓશો પર કાંઇક લખી રહ્યા હોય. જેમણે એક વખતે ત્રણથી વધુ પુસ્તક કાઢવાની અનુમતી નથી. ઓશોનું કહેવું હતું કે આ પુસ્તકાલય આમ જનતા માટે નથી. તેમના પુસ્તકો તેમના માટે ખુલ્લા છે જે ઓશો પર શોધ કરતા હોય.

* ઓશોનું પહેલું વિડીયો ટેપ ૧૯૭૨માં મુંબઇમાં આપેલ પ્રવચન હતું.

* ઓશોના જીવનની મુખ્ય પુસ્તક જેમણે પોતે બોલાવી લખાવી હતી જે કોઇ પ્રવચનનો ભાગ નથી તે ઓશોએ ડેન્ટલ ચેર પર એટલે કે તેમની દંત સારવાર ખુરશી પર ડો. દેવગીતને લખાવી હતી. જેના પર તેમના દાંતની સારવાર ચાલી રહી હતી.

* તે ત્રણ પુસ્તકો હતાં: ગોલ્ડન ચાઇલ્ડ હુડ, નોટસ ઓફ મેડમેન, બુકસ આઇ હેવ લવ્ડ.

સંકલનઃ

સ્વામી સત્ય પ્રકાશ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર

રાજકોટ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(4:20 pm IST)