Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજકોટ નોટરી એસો.ની ૨૮મીએ વાર્ષિક સાધારણ સભા યોજાશે

રાજકોટ તા. ૨૪: રાજકોટ નોટરી એસોશીએશન વર્ષ ૨૦૧૯ની વાર્ષિક સાધારણ સભા યોજાશે. રાજકોટ નોટરી એશોશીએશનની વર્ષ ૨૦૧૯ની વાર્ષિક સાધારણ સભા તેમજ હીસાબોને બહાલી આપવા તથા નવા હોદ્દેદારોની નિયુકતી માટેની ત્રિીવીધ કાર્યક્રમનું આયોજન 'ક્રિષ્ના કાઠીયાવાડી', ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ , મુંજકા ચોકડી પાસે , કાલાવડ રોડ રાજકોટ ખાતે તા. ૨૮/૦૧/૨૦૨૦ના રોજ રાત્રે ૭:૦૦ કલાકે યોજાશે. આ સાધારણ સભામાં દરેક નોટરી સદસ્યોએ ખાસ ઉપસ્થિત રહેવા પ્રમુખ શ્રી પ્રકાશસિંહ ગોહિલ તથા મંત્રી   હસમુખભાઇ જોષીએ અનુરોધ કરેલ છે.

(4:15 pm IST)