Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

હોમગાર્ડ પ્લાટૂન સાર્જન્ટ જીતીયાને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત થશે

રાજકોટ તા. ર૪: રાજકોટ શહેર હોમગાર્ડ દળમાં પ્લાટુન સાર્જન્ટ તરીકે માનદ સેવા આપતા અનીલ મનુભાઇ જીતીયાને તેઓની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ર૬મી જાન્યુઆરી-ર૦ર૦ના પ્રજાસત્તાક દિનના મુખ્યમંત્રીશ્રીનો ચંદ્રક એનાયત કરવામાં આવશે. શહેર હોમગાર્ડ કમાન્ડન્ટ જી. એસ. બારીયા તથા સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર એ. વી. પુરોહીત, હેડ કલાર્ક આર. એમ. ખાખરીયા સીનીયર કલાર્ક પી. બી. લાલુ, જુનીયર કલાર્ક વિશ્વજીતસિંહ વી. જાડેજા, ઓફીસર કમાન્ડીંગ જે. ડી. વ્યાસ, પ્લાટુન કમાન્ડર નરેન્દ્રસિંહ ચૌહાણ, એમ. પી. જોષી, પ્લાટુન સાર્જન્ટ એસ. એ. ખફીફ, રફીકભાઇ આર. સુમરા તેમજ સમગ્ર યુનીટના હોમગાર્ડ સભ્યોએ અભિનંદન પાઠવેલ છે.

(4:15 pm IST)