Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મહિલાઓની પજવણી અત્યાચાર અંગેની કમિટીમાં રાજકોટના બીનલબેન રવેશીયાની નિમણુંક

સરકારી વકીલ બીનલબેનની નિમણુંકને વધાવતા અગ્રણીઓ -વકીલો

રાજકોટ તા. ર૪ : રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકોટ શહેરના આસી.પબ્લ્ીક પ્રોસીકયુટર બીનલબેન અશોકભાઇ રવેશીયાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વાા મહીલાઓ માટેની કમીટીમાં નિમણુંક કરવામાં આવતા આનંદની લાગણી વકીલોમાં ફેલાયેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તા.૧૧/૮/૧૯ ના રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં ગુજરાતમાં જયાં જયાં પણ કાર્ય સ્થળે મહીલાઓ ઉપર થતા શારીરીક શોષણ અને પજવણીનો ભોગ બનનાર મહીલાઓના સપોર્ટમાં ઉભા રહી અને કાયદાકીય રીતે આ મહીલાઓને સપોર્ટ કરવા માટેની કમીટીમાં બીનલબેન રવેશીયા ઉપરાંત યોગીનીબેન પરીખ-અમદાવાદ, જલ્પાબેન પંચાલ-વડોદરા, ગોપીબેન રાવલ-ધ્રાંગધ્રા, જયોત્સનાબેન નાથ-પાટણનાની નિમણુંક કરવામાં આવેલ હતી.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આ સરાહનીય અને મહીલાઓ લક્ષીકાર્યવાહીથી અને મહીલાઓના રક્ષણ માટે બનાવેલ કમીટીથી સમગ્ર ગુજરાતને લાભ થશે અને તમામ વકીલો અને પ્રજામાં આનંદની લાગણી ફેલાયેલ છે.

રાજકોટના બીનલબેન રવેશીયાની નિમણુંક થતા ભાજપા અગ્રણી અંજલીબેન રૂપાણી, મેરય બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, કેન્દ્રના લો-કમીશનના મેમ્બર અભયભાઇ ભારદ્વાજ, નીતીનભાઇ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા, બાર કાઉન્સીલ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ, રાજકોટ બારના પ્રમુખ બકુલ રાજાણી, ઇન્દુભા ઝાલા, રક્ષિત કલોલા તથા એ.જી.પી. દિલીપ મહેતા, અતુલ જોષી, સમીર ખીરા, મહેશ જોષી, કમલેશ ડોડીયા, મુકેશ પીપળીયા, પ્રશાંત પટેલ, અનિલ ગોગીયા, આબીદ સોસન, તરૂણ મથુર, પરાગ શાહ તથા સ્મીતાબેન અત્રીએ બીનલબેન રવેશીયાને અભિનંદન આપેલ હતા

(4:14 pm IST)