Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

નવા કોન્સેપ્ટ સાથે કલાસિકલ મ્યુઝિક, કલાસિકલ ડાન્સ આર્ટ અને કલ્ચરલ માટેની અનોખી વેબસાઇટ લોન્ચ

રાજકોટ : www.mdac.in એક નવા કોન્સેપ્ટ સાથેની કલાસિકલ મ્યુઝીક, કલાસીકલ ડાન્સ, આર્ટ અને કલ્ચર માટેની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટમાં જૂદી જૂદી કેટેગરીમાં લગભગ ૪૦૦૦ કરતા વધારે વર્ડ શબ્દો આપેલ છે જેની સામે યુ-ટયુબ અને વીકીપીડીયાના બટન છે. જે તે પ્લેટફોર્મ પર આપેલ વર્ડનું સર્ચિંગ કરીને જે તે પ્લેટફોર્મ રીઝલ્ટ આપે છે. જેથી સર્ચના વર્ડ યાદ રાખવા પડતા નથી. આ વર્ડ - શબ્દો અલગ અલગ કલાસીકલ મ્યુઝીક, કલાસીકલ ડાન્સ, આર્ટ અને કલ્ચરના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

આ વેબસાઇટમાં મ્યુઝીક કેટેગરીમાં કલાસિકલ રાગ આધારીત ગીતોના શબ્દો તેના રાગ સાથે છે. જેથી કયા રાગનું જે તે ફિલ્મ ગીત છે તેની જાણકારી મળે છે. આ સાથે ઇન્ડિયન કલાસીકલ વગેરે સિંગર ગાયક, કર્ણાટકી મ્યુઝીકના ગાયકો, હિન્દુસ્તાની મ્યુઝીકના ગાયકો અને જૂદા જૂદા સંગીત વાદ્યોના કલાકારોના નામ પણ આપેલ છે. જેથી જે તે ગાયક કે કલાકાર વિશેની માહિતી યુટયુબ કે વિકીપીડીયામાં જો હોય તો તેમાંથી મેળવી શકાય. આ જ રીતે ભારતીય કલાસિકલ ડાન્સ અને તેના કલાકારો અને અન્ય આર્ટ તથા કલ્ચરને લગતા શબ્દોનો સમાવેશ તેમાં કરેલ છે.

આ સાઇટનો મૂળ હેતુ અનેક કલાકારોએ પોતાની પ્રતિભા અને તેની વિગત યુ-ટયુબ અને વિકીપીડીયામાં શેર કરેલ છે. તેના સુધી જો લોકોને જાણકારી હશે તો જ તે સુધી પહોચી શકે અને આર્ટ અને કલ્ચર જીવંત રહી શકે. આ માટે આ વેબસાઇટ એક શબ્દોની ડીરેકટરીનું કાર્ય કરે છે. આ વેબસાઇટનો ઉપયોગ માત્ર મનોરંજન જ નહી પરંતુ અભ્યાસ માટે કે પીએચડી જેવા સંશોધનમાં પણ ઉપયોગી થાય તેવા આશયથી બનાવવામાં આવેલ છે. કારણ કે યુ-ટયુબ અને વીકીપીડીયામાં અગણિત માહિતી મળે છે. તેમાંથી ભારતીય કલાસિકલ મ્યુઝીક, કલાસિકલ ડાન્સ, આર્ટ અને કલ્ચર વિશેની માહિતી પણ લોકોએ મુકેલ છે અને આપણે માત્ર ત્યા સુધી પહોચવાનું છે.

આ વેબસાઇટનો આશય એ પણ છે કે લોકો ભારતીય કલાસિકલ મ્યુઝિક, કલાસિકલ ડાન્સ, બીજા ભારતીય આર્ટસ અને કલ્ચર પ્રત્યે જાગૃત થાય અને પોતાની જીવનશૈલીમાં વિવિધતાની સાથે થોડીક ગતિ ધીમી કરે જેથી જીવનની ભાગદોડમાં થોડાક આનંદની અને શાંતીની અનૂભુતિ કરી શકે.

(4:14 pm IST)