Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

દેશનું બંધારણ બનાવવામાં ૨ વર્ષ ૧૧ માસ અને ૧૭ દિવસો થયેલઃ ૨૬મી જાન્યુઆરીથી અમલમાં આવ્યું તેથી આ દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે : વશરામ સાગઠીયા

રાજકોટ,તા.૨૪:  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની ૭૧માં પ્રજાસત્ત્।ાકદિન નિમિતે પ્રાસંગિક યાદી જણાવે છે કે આપણા દેશમાં ૧૫ ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી એ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી તેથી આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસથી ડો. બાબાસાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ ભારત દેશમાં અમલમાં આવ્યું તે દિવસને આપણા દેશમાં પ્રજાસતાક દિન તરીકે ઉજવવામાં આવે છે.

સંવિધાન સભાનું કાર્ય તા.૯-૧૨-૧૯૪૬ થી શરુ કરવામાં આવ્યું ત્યાર બાદ ૨૪ મી જાન્યુઆરી ૧૯૫૦ સુધી ચાલ્યું હતું ૧૩-૧૨-૧૯૪૬ ના દિવસે બંધારણ બનાવવાનો પ્રસ્તાવ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા મુકવામાં આવેલ હતો અને આ બંધારણ સમિતિમાં તમામ સભ્યો પૈકી ૨૦૭ હાજર રહેલ હતા અને ગેરહાજર રહેલા સભ્યો ૮૯ હતા કુલ ૨૯૬ સભ્યો આ સંવિધાન સભામાં ચુંટાયને પ્રતિનિધિ થયેલ હતા.

આ તમામ સભ્યોમાં મોટા ભાગના સભ્યો બેરિસ્ટર હતા તેમ છતાં ભારતના સંવિધાન સમિતિના અધ્યક્ષ તરીકે મુસદ્દો દ્યડવાની ઉજવવામાં આવે છે તેની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં ભારત દેશના રાષ્ટ્રઘ્વજને ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાય છે.

ભારતમાં વિવિધતામાં એકતા, પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, ધાર્મિક સંકુચિતતા, વગેરે જેવા અનેક પ્રકારના પ્રશ્નો સામે પણ ભારત દેશ એ અખંડિત રાખવામાં પૂજય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિતના અનેક મહાનુભાવોએ આ દેશને દિશા આપી હતી અને ભારતનું નિર્માણ થયેલ હતું.(૨૨.૨૮)

સંકલન

વશરામભાઇ સાગઠિયા

નેતાશ્રી વિરોધ પક્ષ રા.મ.ન.પા.

(4:13 pm IST)