Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વીરાણી અઘાટમાં ગાળો બોલવા પ્રશ્ને બોલેલી બઘડાટીમાં આઠ શખ્સો પકડાયા

માલવીયાનગર પોલીસે ૮ પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરી

રાજકોટ, તા. ૨૪ :. વીરાણી અઘાટમાં ગાળો બોલવા મામલે ધોકા-તાવીથા-પાઈપથી ધબધબાટી બોલી જતા કેટરર્સના કર્મચારીઓને ઈજા થયા બાદ માલવીયાનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાતા પોલીસે આઠ શખ્સો પકડી લીધા છે.

મળતી વિગત મુજબ વિરાણી અઘાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતા મહેશ ભીમશીભાઈ કામલીયા (ઉ.વ. ૧૯) મિત્ર ભાવીક કામલીયા સહિત ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ સામે ક્રિષ્ના ડિલકસ પાન નામની દુકાને પાનમસાલા લેવા ગયા હતા ત્યારે ત્યાં પરપ્રાંતિય ૨૦ જેટલા શખ્સો સાથે ગાળાગાળી થયા બાદ ધોકા-તાવીયા અને પાઈપ વડે હુમલો કરી દુકાનમાં ૫૦૦૦નું, બાઈકમાં ૧૦૦૦નું તથા બાજુમાં ગાંઠીયાની લારીમાં રૂ. ૩૦૦૦નું નુકશાન કર્યુ હતું. આ બનાવ અંગે મહેશ ભીમશીભાઈ કામળીયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એ. ખાચર તથા અરૂણભાઈ સહિતે વિક્રમ ગોવિંદરામજી મીણા (રહે. મસારો કી ઓવરી ગામ-રાજસ્થાન), દીલીપ ઉર્ફે દીપો મણાભાઈ પારઘી (રહે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા), શૈલેષ બલુભાઈ પરમાર (રહે. સાબરકાંઠાના મતરવાડા), મહેશકુમાર નથુલાલ ખરાડી (રહે. ખેડા કચવાસા નવાગરા ફળીયુ-રાજસ્થાન), દિનેશ નારણ સોલંકી (રહે. બીલવેડા ગામ, ખેડબ્રહ્મા), શાંતીભાઈ બાબુભાઈ સોલંકી (રહે. બેડીયાગામ સાબરકાંઠા), રમેશ ફજુભાઈ ડાભી (રહે. જાંજવા ગામ, તા. ખેડબ્રહ્મા), દિનેશ ઉર્ફે કાળુ બાબુ પારઘી (રહે. જાંજવા તા. ખેડબ્રહ્મા), ઈશ્વર કાળાભાઈ ડાભી (રહે. જાંજવાગામ, તા. ખેડબ્રહ્મા)ને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(4:07 pm IST)