Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલથી પુસ્તકોનો ખજાનો ખુલશે : બુકફેર - લીટરેચર ફેસ્ટીવલનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂ.ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ઉદ્દઘાટન : શ્રી વિવેક બિન્દ્રા, શ્રી મનોજ જોશી, શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવોને મળવા-માણવાનો સોનેરી અવસરઃ સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ સમગ્ર રાજય માટે નવલું નજરાણું બની રહેશેઃ મેહુલભાઈ રૂપાણી : બૂકફેરમાં એકપણ વ્યકિતને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે યુનિ.અને મનપાનાં અધિકારીઓએ ખડેપગેઃ બૂકફેરમાં બે લાખ વિદ્યાર્થીઓ, ત્રણ લાખ લોકો મુલાકાત લેશ : ૧થી ૮ ધોરણનાં ૧૦ હજાર બાળકોને વિવિધ સ્પર્ધામાં વિજેતા બનતા ગિફ્ટ, શિલ્ડ, સર્ટીફીકેટ એનાયત થશેઃ સૌરાષ્ટ્ર લાખો લોકો સૌરાષ્ટ્ર બૂકફેરની મુલાકાત લેવા ઉત્સુકઃ કયારેય ન યોજાયો હોય તેવા સાહિત્યનાં સંગમનું આયોજન

રાજકોટ, તા. ૨૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આયોજીત સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો શુભારંભ આગામી તા. ૨૫થી ર૯ જાન્યુઆરી ૨૦૨૦ દરમ્યાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે થશે. રપમી જાન્યુઆરી શનિવારે સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સંત પૂ. રમેશભાઈ ઓઝાની વિશેષ ઉ૫સ્થિતિ સાથે સૌરાષ્ટ્ર બૂકફેર લિટરેચર ફેસ્ટીવલની શુભ શરૂઆત થશે ત્યારે એ અગાઉ રાજકોટ અને સૌરાષ્ટ્રની સાહિત્ય-કલાપ્રેમી જનતાની તમામ સગવડતાઓ સચવાઈ રહે તેમજ પાંચ દિવસનાં રંગારંગ કાર્યક્રમો દરમિયાન ડી.એચ. કોલેજનાં કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પદાધિકારી તથા અધિકારીઓએ વ્યવસ્થા ગોઠવી છે.

ઉલ્લેખનીય છે કે, વિવેક બિન્દ્રા, મનોજ જોશી, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવોને મળવા-માણવાનો સોનેરી અવસર આ બૂકફેરનાં મુલાકાતીઓને મળશે જેથી દેશભરમાંથી લાખો લોકો સૌરાષ્ટ્ર બૂકફેરની મુલાકાત લેવા ઉત્સુક છે.

રાજકોટનાં મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, કમિશ્નર ઉદય અગ્રવાલ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી આશિષભાઈ વાગડીયા, શાશક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કુલપતિ ડો. નીતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, રજીસ્ટ્રારશ્રી તમામ સીન્ડીકેટ મેમ્બરોની આગેવાની હેઠળ એકેડેમીક કાઉન્સીલના સભ્યો, સેનેટ સભ્યો, અલગ-અલગ ડીપાર્ટમેન્ટ-કોલેજોનાં પ્રિન્સીપાલો, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો આ બૂકકફેરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અંજલીબેન રૂપાણી(પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), નીતિનભાઈ ભારદ્વાજ (માન.પ્રદેશ ભાજપ અગ્રણી) , કમલેશભાઈ મીરાણી (ભાજપ શહેર પ્રમુખ)ના વિશેષ માર્ગદર્શન હેઠળ એકતાંતણે ગુંથાઈને પ્રશંસનીયકામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનાં કોર્ડીનેટર મેહુલભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં બૂકફેરનાં કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી કમિટીઓ મહેનત કરી રહી છે. મેહુલભાઈ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ સમગ્ર રાજય માટે એક નવલું નજરાણું બની રહેશે. ૧૦૦થી વધુ સાહિત્યકારો - લેખકો - પત્રકારો - કવિઓ અને કલાજગતનાં કસબીઓ તથા ૨૦૦થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રકાશકો તેમજ પાંચ લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર બૂકફેરનો ભાગ બનવા જઈ રહ્યાં છે. ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં આ પ્રકારનો ગુજરાતી ભાષા-સાહિત્યનો કાર્યક્રમ થવો એ દરેક સૌરાષ્ટ્ર-રાજકોટવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આ બૂકફેરની અંદાજીત પાંચ લાખ લોકો મુલાકાત લેશે જેમાં બે લાખ વિદ્યાર્થીઓ અને ત્રણ લાખ જેટલા સૌરાષ્ટ્રભરનાં લોકો હશે.

આ બૂકફેરમાં કલર કોમ્પિટિશન, સ્ટોરી કોમ્પિટિશન, વન મિનીટ ગેમ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ધોરણ ૧થી ૮નાં વિદ્યાર્થીઓમાંથી દસ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઈનામ અને સર્ટીફિકેટ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ-સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આમ, આ બૂકફેર અનેક અર્થમાં રાજકોટ-સૌરાષ્ટ્ર જનતાને કઈકને કઈક આપી જશે. વાંચન, મનન, ચિંતન સાથે તેમની આંતરિક કલાઓ પણ ખીલશે એવું મેહુલભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કલાકારો અને ભાવકો એક સ્થળે એકઠા થઈ સાહિત્યનો ઉત્સવ ઉજવી રહ્યાં છે. શબ્દસંવાદ, તરવરાટ સાહિત્ય સંધ્યા, સર્જન વર્કશોપ, ઓથર્સ કોર્નર અને બાળકો-વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની હરિફાઈઓ સાથે આગામી તા. ૨૫થી ૨૯ જાન્યુઆરી રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા માટે યાદગાર બની રહેશે. સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં તમામ કમિટી મેમ્બર્સ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર બૂકફેરને સફળ અને શાનદાર બનાવવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે જેમાં કમિટી અધ્યક્ષ તરીકે ડાઙ્ખ. મેહુલભાઈ રૂપાણી, સૌ. યુનિ. સિન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. વિજયભાઈ પટેલ, ડો. ભાવિનભાઈ કોઠારી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. ગિરીશભાઈ ભીમાણી, ડો. નેહલભાઈ શુકલ, ડો. અનિરુદ્ઘસિંહ પરમાર, ડો. વિમલભાઈ પરમાર, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. ભરતભાઈ વેકરીયા, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. રમેશભાઈ પરમાર તેમજ અલગ-અલગ કમિટીનાં કન્વીનરો નિલેશભાઈ સોની, શૈલેષભાઈ જાની, ગૌરાંગભાઈ મણીઆર, જતિનભાઈ સંઘાણી, પરમાર અમિત, ટેવાણી જય, રાઠોડ હિરેન, ગોહેલ ઘનશ્યામસિંહ, ડો, અશ્વીન રાઠોડ, વિજય ગોયાણી, ચાવડા રણજીતસિંહ, ડો. ભગીરથસિંહ માંજરીયા, ડો. રાજુભાઈ દવે, ગોહેલ જીતેન્દ્ર, ડો. ચંદ્રેશભાઈ કાનાબાર, મોલિયા રોહિત, લાગંડિયા શુભેંદુ, ઝાલા પુષ્પરાજસિંહ, પ્રકાશભાઈ દૂધરેજીયા, પાર્થરાજસિંહ કામલીયા, ડો. હિરેનભાઈ ઘેલાણી, ઠાકર હર્ષ, વ્યાસ નિરવ, ગૌતમ જાની, યશ વાઘેલા, પરખ ભટ્ટ, વિશાલ વાસા, સુરેશભાઈ ચૌહાણ, દિનેશભાઈ આડેસરા, તેરૈયા સંજય, કલ્પિતભાઈ સંઘવી, જીગરભાઈ ભટ્ટ, ભાર્ગવભાઈ ઠાકર, ભવ્ય રાવલ વગેરે સામેલ છે.

તા. ૨૫થી ૨૯ જાન્યુઆરી દરમિયાન ડી.એચ કોલેજનાં કેમ્પસમાં યોજાનાર સૌરાષ્ટ્ર બૂકફેરની અંગેની તમામ માહિતી સૌરાષ્ટ્ર બૂકફેર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ખરીદનાર જેટલા આપે એ જ પુસ્તકની કીંમત !!!: પુસ્તક મેળામાં અનોખો સ્ટોલ

કાલથી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આયોજન : જૈનાચાર્ય રત્નસુંદર વિજયજી મ.સા.લીખીત પુસ્તકોનો સ્ટોલ નં.૨૬માં ખજાનોઃ મળેલ રકમ પાંજરાપોળને અર્પણ કરાશે

રાજકોટ,તા.૨૪: રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળ અન્વયે જીવદયા પ્રેમી , કેરગ્રોથ પ્રાઇવેટ લિમિટેડના સભ્ય  સુનીલભાઈ પાલેજા તથા કેયુરભાઈ શેઠ તેમજ અન્ય મિત્રો દ્વારા ધરમેન્દ્ર સિંહજી કોલેજમાં કાલે તા.૨૫ થી ૨૯ સુધી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ભવ્ય પુસ્તક મેળામાં સ્ટોલ નંબર ૨૬ થકી એક અનન્ય સેવાકીય પ્રવૃત્તિનું રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ દ્વારા આયોજન કરાયુ છે.

આ જીવદયા સ્ટોલ નંબર ૨૬ ની વિશેષતા એ છે અહીં જૈનાચાર્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબના લિખિત પુસ્તકોનો ખજાનો રાખવામાં આવેલ છે અહીં તમારે તમારી પસંદગીના પુસ્તકોની કિંમત, પુસ્તકમાં લખ્યા મુજબ નહીં, પરંતુ તમારા મનના ભાવ મુજબ મનોમન નક્કી કરીને, આપવાની છે, જે તે આપ થકી અપાયેલ રકમ અબોલ નિરાધાર અપંગ ઢોરોની છેલ્લા ૧૨૪ વર્ષથી સતત સંભાળ લઇ રહેલી રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળ ને અર્પિત કરાશે ,અને તમારા દ્વારા જે તે રકમની પહોંચ  ત્યારે જ અપાશે.

 સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટની જાહેર જનતાને  આપનો સાહિત્ય પ્રેમ અને આપની અનુકંપાથી, રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળની ઝોળ છલકાવી દેવા, સ્ટોર નંબર ૨૬ ની, મુલાકાત પુસ્તક મેળા દરમિયાન અચૂક લેવા યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૫)

૨૬મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની ઉજવણી સંદર્ભે

રાજકોટ શહેરના થીમ બેઇઝ શણગારેલા ૩૫ સર્કલોને પ્રજાજનો રેટીંગ્ઝ આપે

રાજકોટ,તા. ૨૪:રાજકોટ શહેરમાં ૭૧માં રાજય કક્ષાના ર૬મી જાન્યુઆરી - ર૦૨૦,પ્રજાસત્ત્।ાક દિનની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગ રૂપે રાજકોટ શહેરનાં આશરે ૩૫ જેટલા સર્કલોને આયુષ્યમાન ભારત,ગ્રીન હોમ,જલ-જીવન મિશન,કાંગારૂ મધર કેર,ચિલ્ડ્રન્સ આર ફયુચર જેવી વિવિધ થીમ આધારીતસુશોભીત/શણગારવાની કામગીરી સરકારશ્રી હસ્તકનાં વિવિધ વિભાગોની કચેરી દ્વારા કરવામાં આવેલ છે. આ કામગીરી અન્વયે શહેરીજનો દ્વારા રેટીંગ્સ આપી શકાશે. રેટીંગસ અર્થે RUDA – www.rajkotuda.com ,  RMC www.rmc.gov.in,  RAJKOTDISTRICT-www.rajkot.nic.in,   URLLink– http://www.rmc.gov.in/rmcwebsite/frm_cdr_review.aspx વેબસાઈટ તથા લીંક પરથી તા.૨૬-૦૧-૨૦૨૦ સુધીમાં ઈ-વોટીંગ કરી શકાશે.જિલ્લા વહિવટી તંત્રે જનતાને વોટ કરવા અપીલ કરી હતી.

(4:06 pm IST)