Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શહેર પોલીસ દ્વારા આજથી ત્રણ દિવસ હથિયાર પ્રદર્શન

સાંજે મુખ્યમંત્રીના હસ્તે ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં આયોજનઃ મશાલ પીટી પણ યોજાશ

રાજકોટ તા. ૨૪: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. શહેરમાં આ માટે થઇને અલગ-અલગ અનેક કાર્યક્રમો યોજાયા છે. જેમાં શહેર પોલીસ દ્વારા ચૌધરી હાઇસ્કૂલના કેમ્પસમાં આજ તા. ૨૪ થી ૨૬ સુધી ત્રણ દિવસ હથીયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ૨૪મીએ સાંજે ૭ કલાકે આ પ્રદર્શનનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થશે. આ પ્રસંગે મશાલ પીટીનું ખાસ આયોજન કરાયું છે. જેમાં વેલકમ રાજકોટ, રંગીલુ રાજકોટ, ગુજરાત પોલીસ જેવા સ્લોગન તથા અલગ-અલગ થીમ રજૂ થશે. સોૈ નગરજનોએ લાભ લેવા જણાવાયું છે.

ભારત દેશના અલગ-અલગ ફોર્સ-યુનિટ જેમ કે આર્મી, બીએસએફ, સીઆરપીએફ, એરફોર્સ, ગુજરાત પોલીસ વગેરે ફોર્સના અધ્યાધુનિક હથીયારો જેમ કે રોકેટ લોન્ચર, એકે ૫૬ રાયફલ, એમએમજી ગન, પિસ્ટલ, ઇન્સાસ રાયફલ, એસઆઇજી ગન, ૭.૬૨ ઘાતક રાયફલ, બીડીડીએસના વિવિધ ઇકવીપમેન્ટ, મોર્ટાર, એજીએલ ૩૦ એમ.અમ. વીથ દુરબીન રાયફલ, સીજીઆરએલ ૮૪ એમ.એમ.વીથ ઓપ્ટીકલ સાઇટ, એલએમજી ગન, હેન્ડ ગ્રેનેડ્સ, એસએમજી ૯ એમએમ ગન, પેસીવ નાઇટ સાઇટ રાયફલ, ટેલીસ્કોપ, પીએજી-૧૭, ૭.૬૨ સ્નાઇપર રાયફલ, એડએલ-૭૦ ગન્સ સહિતના હથીયારોનું પ્રદર્શન માણી શકાશે. તેમ ડીસીપી રવિમોહન સૈની અને એસીપી જી.એસ. બારૈયાએ જણાવ્યું છે.

(1:15 pm IST)