Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલે કલેકટર તંત્ર દ્વારા 'રંગ છે રાજકોટ' અદ્દભૂત કાર્યક્રમ

શહેરનો ઓલ્ડ ઈતિહાસ - હાલતુ રાજકોટની ઝાંખી કરાવતો મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ : રેસકોર્ષ સ્ટેડિયમમાં જમાવટ થશેઃ ગુજરાતના ૨૦૦ કલાકારો અને શહેરની શાળા - કોલેજના ૨૨૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે : કુલ ૫ થીમ રખાઈઃ ડાન્સ - ડ્રામા - ઓડીયો વિઝયુઅલ દ્વારા રાજકોટનો ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો રંગીલુ રાજકોટ - વિવિધ સ્થળોનું મહત્વ - ધાર્મિક સ્થાનો - ઐતિહાસિક - ઈમારતો - પોળ - ટાવર - આલ્ફ્રેડ હાઈસ્કુલમાં ગાંધીજીનો અભ્યાસ - કવિઓ - કલાકારો - ક્રિકેટરો - લોકમેળો - મેઘાણીજી - કવિ કલાપી - રાજકોટના રાજવી પરીવાર અને નવો વિકાસ : બધુ ઉજાગર કરાશે

રાજકોટ તા.૨૪: રાજકોટમાં યોજાનાર ૨૬મીજાન્યુની ઉજવણી સંદર્ભ કલેકટર તંત્ર દ્વારા આયોજીત ૨૫મીની મેગાઇવેન્ટ અંગે જણાવ્યું હતું કે તા.૨૬-૧-૨૦ પ્રજાસતાક દીન નિમિતે પૂર્વ સંધ્યાએ સરકારશ્રીના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ''રંગ છે રાજકોટ'' કાર્યક્રમ રાજકોટ શહેરનો ઇતિહાસ, ઓલ્ડ રાજકોટ અને વિકાસશીલ રાજકોની ઝાંખી કરાવતો ૭૦ મીનીટનો મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ડાન્સ,ડ્રામા અને ઓડીયો વિઝયુઅલ દ્વારા સમગ્ર રાજકોટની એતિહાસિક, સાંસ્કૃતિક વારસો, રંગીલુ રાજકોટ, રાજકોટની જગ્યાઓનું મહત્વ, રાજકોટના ધાર્મિક સ્થાનો, એતિહાસિક ઇમારતો, પોળ,ટાવર,આલ્ફ્રેડ હાઇસ્કુલમા ગાંધીજીના અભ્યાસનો પ્રસંગ,કવિઓ, કલાકારો, ક્રિકેટરો, રાજકોટનો મેળો, મેઘાણીજી, કવિ કલાપી જેવા અનેક કલાકારોની યાદી રાજકોટના રાજવી પરિવાર, નવા વિકાસના કામોની બાબત ઉજાગર થશે.

ગુજરાત રાજયના ખ્યાતનામ ૨૦૦ કલાકારો દ્વારા સમગ્ર રંગા રંગ મલ્ટીમીડિયા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવનાર છે. જેમાં વિવિધ શાળા/કોલેજના ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. જેમાં કુલ પ થીમ આધારીત કાર્યક્રમો યોજાશે.

રાજકોટ થીમ (૪:૦૦ મીનીટ) :- આ થીમ ઉપર રંગીલુ રાજકોટ ગીત ઉપર રાજકોટનો લોકમેળો ઉપરાંત વિગેરે જેવા જુદા જુદા કાર્યક્રમોની કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવનાર છે.

ગુજરાત વંદ માતરમ થીમ સોંગ (૫ મીનીટ):- આ કાર્યક્રમમાં મહાત્માગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલના કટઆઉટ તથા પોષ્ટર સાથે વંદે માતરમ સોંગ ઉપર કૃતિ રજુ કરવામાં આવશે.

એક ભારત શ્રેષ્ઠ ભારત સોંગ (૩ મીનીટ):- આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જુદા જુદા સંતો, નરસિંહ મહેતા વિગેરેની કૃતિઓ લોક સાહિત્યકાર ઓસમાણ મીરના કંઠે ગવાયેલ ગીત સાથે રજુ કરવામાં આવશે. જેમાં ગાંધીજીની ૧૫મી જન્મજયંતિ તથા ગુજરાતના વિકાસની વાતો કરતી થીમ રહેશે.

મીલે સુર મેરા તુમ્હારા સોંગ (૪ મીનીટ):- આ કાર્યક્રમમાં મીલે તુમ્હારા સોંગ ઉપર ૨૨૦૦ વિદ્યાર્થીઓ ભારતનો નકશો બનાવીને આ કૃતિ રજુ કરશે.જેમાં ગુજરાત રાજ્યનાભાગને કેસરી બલુનથી અલગ રીતે હાઇલાઇટ થાય તેરીતે કૃતિ રજુ કરવામાં આવશે.અલગ પ્રાંતોની ભાષામાં ગીત રજુ થશે.ત્યારે જેતે પ્રાંતના કોશ્ચ્યુમ સાથે કલાકારો પરફોર્મ કરશે.

વંદે માતરમ સોંગ (૪ મીનીટ):- આ કાર્યક્રમમાં વંદે માતરમ સોંગ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનીટી, ફોરેસ્ટના સિંહ તથા ગાયનું મહત્વ તથા રાષ્ટ્રીય પક્ષી મોરનું મહત્વ જેવી કૃતિ સાથે સેન્ટરમાં પીરામીડ આકારથી કૃતિ દર્શાવવામાં આવશે. ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજના ફલેગ પણ લહેરાવશે.

(11:42 am IST)