Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનો શાનદાર 'એટહોમ' કાર્યક્રમ

મુખ્યમંત્રી સહીતના કેબીનેટ મીનીસ્ટરો -મુખ્ય સચિવ-ડીજી-મેયર-સાંસદો-ધારાસભ્યો-તંત્રીશ્રીઓ સહીત ૬રપ મહેમાનોને મળશેઃ પાંચ મીનીટનું ઉદબોધન બાદ ખ્યાતનામ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા દેશભકિતના ૪ ગીતો રજુ થશેઃ રાજયપાલ દ્વારા મહેમાનોને અડદીયા-કાઠીયાવાડી ઢેબરા-લીલવા કચોરી-વણેલા ગાઠીયા-કેસર : યુકત જલેબી-સંભારો-મરચા-ચટણી અપાશેઃ મોબાઇલ લઇ જવાની મનાઇ આમંત્રણ કાર્ડ સાથે હોવુ ફરજીયાતઃ ભાભા ગેસ્ટ હાઉસ સામેના દરવાજાથી એન્ટ્રી પાર્કીગ-રાજકોટ જીમખાનામાં

રાજકોટ, તા., ૨૪ :  ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટમાં આવતીકાલે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગવર્નર એટ હોમ નામનો પરંપરાગત કાર્યક્રમ ગાંધી મ્યુઝીયમ જવાહર રોડ ખાતે યોજાનાર છે.

૬૨૫ આમંત્રીતો માટેનો આ કાર્યક્રમ આવતીકાલે સાંજે ૪.૩૦ થી ૫.૧૫ વાગ્યા સુધી યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાંચ મીનીટ માટે સંબોધન કરશે. સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વગેરે અપેક્ષિત છે. મહેમાનોને અલ્પાહારમાં અડદીયા, ઢેબરા, કચોરી, ગાંઠીયા, જલેબી, સંભારો વગેરે પીરસાશે. પંકજ ભટ્ટ અને તેમની ટીમ દેશભકિત ગીતોની રમઝટ બોલાવશે. કાર્યક્રમમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ છે. એન્ટ્રી ભાભા ગેસ્ટ હાઉસ તરફના દરવાજેથી રહેશે. વાહનોનુ પાર્કિંગ ત્રિકોણ બાગ પાસે આવેલ જીમખાના મેદાનમાં રહેશે.

(11:40 am IST)