Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મકર રાશિમા શનિ દેવનુ ભ્રમણ

તા.ર૪-૧-ર૦ર૦ ના રોજ શનિદેવ ગરૂની ધન રાશી છોડીને પોતાની રાશીમા પ્રવેશ કરશે અહિ શનીદેવનૂં રાશિ પરિવર્તન થતા દરેક રાશીને ફળાદેશમાં ફેરફાર થશે.

અહી પનોતીમાં પણ ફેરફારો થશે શનિથી હંમેશા તકલીફો રહે છે. તેવુ ન માનવુ પનોતી દરમ્યાન ઘણા લોકોને લાભ થતો હોય છે.

અહી તમારા જન્મના ગ્રહો અને કર્મો પણ કામ કરે છે.

શની એક રાશિમાં લગભગ-૩૦ મહિના રહે. છે શનીની ચાલ ખુબજ ધીમી છે.ચંદ્ર એક રાશીમાં બે થી અઢી દિવસ રહે છે. સુર્ય એક રાશીમાં એક મહિનો રહે છે. ગુરૂ લગભગ બાર કે તેર વર્ષના ભ્રમણ કરે છે. રાહુનુ ભ્રપણ ૧૮ મહિના રહે છે.

શનિ ન્યાયના દેવતા છે.ે સુપ્રીમકોર્ટના જજ છે. તેની ઉપર કોઇ જજ નથી શનિ દેવની કૃપા મેળવવા દાન પુજા કરવુ કોઇ પણ વ્યકિતને મદદ રૂપ બનવુ ઇષ્યાવૃતિ ટાળવી.

સખત મહેનતુ લોકો શનિદેવને ખુબજ ગમે છે.

શનિ સુખ સંપત્તીને પણ કારક છે. શનિ રાજકારણ લોખંડ મશીનરી કેકેમીકલ્સ જેવી લાઇનના વધુ પ્રભાવ રહે છે. જુનવાણી જગ્યા ભેજ સામાન્ય વ્યકિતઓ મહેનત કરીને રહેતા લોકોને મદદ કરવાથી શનિદેવની કૃપા રહે છે પક્ષીને ચણ નાખવુ ઇમાનદાર વ્યકિતઓને મદદ કરવી મોટી ઉંમરના લોકો ઉપર શનિનો શુભ પ્રભાવ રહેશે.

પનોતી કંઇ રાશીને છે પુરી થશે

મષે (બ.લ.ઇ) ગત વર્ષમાં પણ પનોની નથી આ મકરના શનીમા પણ પનોતી નથી.

વૃષભ (બ.વ.ઉ) તમોને નાની પતોની ચાલે છે. જે તા.ર૪/જાન્યુ-ર૦ર૦મા પુર્ણ થશે.

મીથુન (ક.છ.ધ) પનોતી નથી પણ તા.ર૪/૯/ર૦ શનિનુ  પરિવર્તન થતા નાની પનોતી શરૂ થશે.

કર્ક (ડ.હ) ગત વર્ષમાં પનોતી ન હતી અને મકરના શનિના ભ્રમણમા પનોતી નથી આવતી

સિંહ (મ.ટ) ગત વર્ષમાં પનોતી ન હતી અને આ વર્ષમાં મકરના શનીમાં ભ્રમણ દરમિયાન પનોતી નથી.

કન્યા (પ.ઠ.ણ.) છેલ્લા અઢી વર્ષથી નાની પનોતીની છે પણ હવે ર૪-જાન્યુ.ર૦ર૦થી પનોતી પૂર્ણ થવાની છે.

તુલા (ર.ત) હાલ પનોતી નથી પણ તા.ર૪ જાન્યુ.ર૦ના રોજ નાની પનોતી શરૂ થશે.

વૃશ્ચિક (ન.ય.) સાડાતાસવર્ષની પતોની ચાલીહતી. તે  ર૪જાન્યુ.થી પૂર્ણ થશે.

ધન (ભ.ફ.ધ.ઢ) પનોતી સાડા સાત વર્ષની ચાલે છે જેનો હવે છેલ્લો તબકકો ર૪/૧/ર૦ થી શરૂ થશે.

મકર (ખ.જ.) પનોતીનો બીજો તબ્બકો શરૂ થશે.

કુંભ (ગ.લ) પનોતી પ્રથમ તબ્બકો એટલે સાડાસાતી શરૂ થશે.

મીન (દ.વ.જ.ન) ગત વર્ષમાં પનોતી ન હતી આ વર્ષમાં પણ પનોતી નથી.

સામાન્ય રીતે પનોતી બાબત  મનમા એક ભય રહેતો હોય છે પણ પનોતીમાં પણ જીવનમાં ખૂબજ સફળતા મળે છે.

આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સાડાસાતી પનોતી ચાલેછે જેમાં હાલ પનોતીનો છેલે તબકો ચાલે છે. તેઓ આ સાડાસાતના તબકામાંજ વડાપ્રધાન પદ સુધી પહોંચી શકયા ટુકમાં સામાન્ય રીતે પંચાગમાં લખેલ હોય તે ફકત જનરલ લખેલ હોય કે ફલાણી રાશીને પનોતી લાભ દાયક છે. કે કોઇને કષ્ટ દાયક એવુ સામાન્ય રીતે લખેલ હોય છે પણ પોતાના જન્મના ગૃહો અને જન્મના શની પોતાના કર્મ  આ બધા ઉપરથી અને  ખાસ તો તેમના પોતાના જન્મના ગ્રહને ધ્યાનમા લઇને ગ્રહની અસરો અને પનોતીની અસર થાય છે. તેમાંથી બચવા અથવા શુભત્વ મેળવવા શનિવાર કરવા રોજ હનુમાનશ્રીના દર્શન કરવા  પક્ષીને ચણ નાખવું હનુમાન ચાલીસા વાંચવા, જરૂરીયાત વાળી મહેનતુ વ્યકિતઓને મદદ કરવી દાનપુજા કરવુ સ્વાર્થ મનોવૃતિ કે લાલચથી દુર રહેવાથી શુભદાયક સમય રહેશે.

પંચાગમાં લખેલ શનીની અસર

નીચે આપેલ પાંચ રાશીઓને પનોતી તા.ર૪/૧/ર૦ થી શરૂ થશે જેની સામાન્ય અસરો જણાવેલ છે પોતાના જન્મના ગ્રહો પ્રમાણે તેવા ચોકકસ ફેરફારો જણાય

ધન (રાશી) સાડાસાતીને છેલ્લો તબકો રૂાના પાયે પગે આવેલી પતોની ધનલાભ કરાવે શુભ છે.

મકર રાશિ સાડા સાતીન બીજો તબકો છે.  સોનાના પાયે એ આવેલ હોય તનાવ રખાવે.

કુંભ રાશીઃ સાડાસાતીનો પહેલો તબકો છે. લોઢાને પાયે માથે આવેલ હોય વધુ મહેનત કાઇ ફલદાયક રહે.

તુલ રાશી નાની પનોતી લોઢાને પાયે શરૂ થશે કષ્ટદાયક રહે વધુ મહેનત કરવી પડે.

મીથુન રાશી નાની પનોતી લોઢાને પાયે હોય કષ્ટદાયક રહે થોડી વધુ મહેનત કરવી પડે.

બાકીની રાશીઓને પનોતી નથી પણ શનિદેવની અસરો મતબલ કે શનીનું પરિવર્તન જતા જીવનમાં પણ બદલાવ આવી શકે છે. ઇશ્વર ભકિત કરવી અને શનિવારના વ્રત કરવા હનુમાનચાલીસા પુજા પાઠ ઇમાનદારી પૂર્વક મહેનત કરવી ચેરીટી દાન પુજા કરવાથી  મહેનતુ અને જરૂરીયાત વાળા વ્યકિતને મદદ કરવાથી પનોતીમાં પણ સારૂ ફળ પ્રાપ્ત થઇ શકે છે.

(11:31 am IST)