Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શ્રી પટેલ સેવા સમાજ દ્વારા યોજાઈ ગયેલ વડીલ વંદના - ૨૦૨૦

રાજકોટમાં શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ભવ્ય નિર્માણ થશે

વડીલો પરિવાર - સમાજનો દોર હોય છે, તેના વગર પતંગ ન ચડેઃ વડીલો એ સમાજના તાળી મિત્રો નહિં પણ માળી મિત્રો હોય છે : જય વસાવડા * ધીરૃભાઈ સરવૈયાએ વડીલોને ખડખડાટ હસાવ્યા

રાજકોટ : કોઈ પણ સમાજ કે , કોઈપણ પરિવારની ઓળખ તેના વડીલો હોય છે. વડીલો ઘરનું ઢાંકણ અને છાપરૃં હોય છે. અને તેના કારણે જ ઘર કે સમાજ સુરક્ષિત હોય છે. ઘરના બાળકો સમાજમાં માન અને મોભો અને ઉચાઇ મેળવતા હોય તો તેઓ વડીલોના ખભ્ભે બેઠા હોય છે. માટે તે ઊંચા બેઠા હોવાનો અહેસાસ કરે છે. આવા શબ્દો સાથે જાણીતા વકતા અને લેખક જય વસાવડાએ રાજકોટમાં એકત્ર કડવા પાટીદારોના લગભગ ૪ હજાર વડીલોના કાર્યક્રમમાં વડીલોને વંદના કરી હતી. તેમણે સરસ શબ્દ ગૂંથણી સાથે વડીલોની સમાજમાં એક નુતન ભૂમિકા શું હોવી જોઈએ તેની વાત રજુ કરવા સાથે વડીલોનું સમાજમાં શું મહત્વ છે તેની સુંદર છણાવટ કરી હતી. વડીલો કુટુંબ કે સમાજની ફીરકી છે, ફિરકીમાં દોર ન હોઈ તો પરિવાર કે સમાજની પતંગ ઉચે ચડતી નથી અથવા તો કપાઈને કયાંક જઈ પડે છે.

સાથોસાથ જય વસાવડાએ વડીલોએ સમાજમાં કેવી રીતની ભૂમિકા ભજવવાની છે તેની પણ છણાવટ કરી હતી. તેમણે કહયું હતું કે વડીલો પ્રવૃત્ત્િ। છોડી નિવૃત્ત્િ। લે તે ઇચ્છનીય નથી. વડીલોએ તેની ભૂમિકા બદલાવીને સમાજમાં પ્રવૃત રહેવું જોઈએ. તેમના અનુભવોના ભાથા, તેમના જ્ઞાન અને સુઝથી જ કાયમ સમાજ કે પરિવાર સમૃદ્ઘ બનતો હોઈ છે. વડીલોથી શું થઇ શકે તેમ છે અને શું થઇ શકે તેમ નથી તેની ભેદ રેખા પાડી જે થઇ શકે તેમ છે, જેમાં શરીર સાથ આપે તેવી પ્રવૃત્ત્િ। સતત કરતાં રહેવું જોઈએ. વડીલોની શારીરિક વય ભલે વધી હોય પણ માનસિક વૃદ્ધત્વથી પર રહે તો તે પરિવાર ઉપયોગી અને સમાજ ઉપયોગી પ્રવૃત્ત્િ। કરી શકે છે. તે પ્રવૃત્ત્િ। વાર્તા કહેનાર દાદાજીની કે પર્યાવરણની સુરક્ષાની કે સામાજિક સંબંધો તૂટતા અટકાવવાના મધ્યસ્થીની પણ હોય શકે.

જય વસાવડાએ કહયું કે , પ્રત્યેક વડીલો પોતાના પરિવારને અને સમાજને સુખની ક્ષણો કેમ લંબાવવી તે શીખવી શકે. સુખ તો ક્ષણિક હોય છે, પણ તે ક્ષણને પણ લંબાવી શકાય જો તે સુખની ક્ષણમાં વધુ ને વધુ લોકોને સામેલ કરવામાં આવે તો સુખની ક્ષણો લંબાવી શકાય. વડીલો ઘર પરિવાર અને સમાજને પોતાના અનુભવનું ભાથું આપે તે જરૃરી છે. તેમ જણાવી જય વસાવડાએ એમ પણ કહયું હતું કે, ભાવિને સમૃદ્ઘ બનાવવા ભૂતકાળના અનુભવમાં ડૂબકી મરાય પણ ડૂબી ન જવાય તેની પણ તકેદારી રાખવી રહી. વડીલો વીતેલી ક્ષણોનો શોક નહીં અને ભાવિની ચિંતા નહી તે ક્ષણમાં જીવી શકે છે. જો કર્તવ્ય યુવાન હશે તો શરીર ભલે વૃદ્ઘ હોય પણ જીવનની ક્ષણો યુવાન બની જશે. વડીલોએ પોતે યુવાન હતા તે સમયની વાતો યાદ કરીને કચવાટ કરવાને બદલે વર્તમાનની શકિતને કાર્યમાં પરિવર્તિત કરવાની દિશામાં વિચારવું જોઈએ. તેમણે કહયું કે વડીલોએ સમાજના તાળી મિત્રો નહીં પણ માળી મિત્રો હોય છે જે માળીની જેમ સમાજના પોષણ અને વિકાસની માવજત કરતાં હોય છે. સમાજના વિકાસમાં યુવાનો હાથપગ હોય છે તો વડીલો સમાજનું મસ્તક હોય છે. વડીલોને જરૃર પડ્યે સુદર્શન ચક્ર અને જરૃર પડ્યે બાંસુરીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું અને સાથે ટકોર અપન કરી હતી કોઈની ભૂલ યાદ રાખીને મોટી ભૂલ ના કરવી અને વારંવાર સુદર્શન ચક્ર ન ઉપાડવું, ભગવાન કૃષ્ણએ પણ સુદર્શન ચક્રનો જુજ ઉપયોગ કર્યો હતો, મોટા ભાગનું કામ તો પ્રેમ-કરૃણાની બાંસુરીથી જ લીધું હતું. વડીલોને ખુરશી છોડવાની હિમાયત કરતાં તેમણે એમ પણ કહયું હતું કે ખુરશી છોડવી પણ પ્રવૃત્ત્િ। કરવાથી મળતી ખુશી ન છોડવી.

શ્રી પટેલ સેવા સમાજના સંગઠન સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ચાંગેલાએ સંસ્થાની પ્રવૃત્ત્િ। તથા ભાવી પ્રવૃતિનો ચિતાર રજુ કર્યો હતો.  કાર્યક્રમમાં ઉપસ્થિત સીદસર મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને સમાજ અગ્રણી ડો. ડાહ્યાભાઈ પટેલ, સિદસર મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળિયા , ગાંઠીલા ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી વાલજીભાઈ ફળદુ , મોટા લીલીયા ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઈ ધામત , લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય દાતા શ્રી ગોવિંદભાઈ વરમોરાનું ખેસ પહેરાવી અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. આ તકે શ્રી પટેલ સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ કણસાગરાનું વિશેષ સન્માન સિદસર મંદિરના પ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળિયા તથા ટ્રસ્ટી સમુહમાં કર્યું હતું.

આ ઉપરાંત વડીલ વંદનામાં ઉપસ્થિત ૪  હજાર જેટલા રાજકોટ શહેરમાં વસતા વડીલો પૈકી ઉપસ્થિત સૌથી મોટી વયના ૯૩ વર્ષના શ્રી મલ્લી મોહનભાઈ કાનજીભાઈ તથા ૯૦ વર્ષના શ્રી વિઠ્ઠલભાઈ ગંગદાસભાઇ માંડવીયાનું પણ વિશેષ સન્માન કરાયું હતું, કાર્યક્રમના પ્રારંભમાં શ્રી મેહુલભાઈ ચાંગેલાએ કાર્યક્રમની ભૂમિકા રજુ કરી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૪૯ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી અને સૌરાષ્ટ્રના તમામ દાતાઓ, આગેવાનોની હાજરી હતી.

સમાજના ટ્રસ્ટી અને કારોબારી સભ્યોશ્રી, પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ નરોતમભાઈ કણસાગરા, પ્રવીણભાઈ ગરાળા, નંદલાલભાઈ માંડવીયા, મગનભાઈ ધીંગણી, વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા, જમનભાઈ ભાલાણી, નાથાભાઈ કાલરીયા, જેન્તીભાઈ કાલાવડીયા, મનસુખભાઈ જાગાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, હરીભાઈ કણસાગરા, અશોકભાઈ કાલાવડીયા, વલ્લભભાઈ પટેલ, વસંતભાઈ ભાલોડીયા, રમણભાઈ વરમોરા, સંજયભાઈ કનેરીયા, રમેશભાઈ દ્યોડાસરા, જગદીશભાઈ પરસાણીયા, ભગવાનજીભાઈ કનેરીયા, પરસોતમભાઈ ડઢાંણીયા, મગનભાઈ વાછાણી, ચેતનભાઈ રાસડીયા, રમેશભાઈ વરાસડા, અને અશ્વિનભાઈ માકડીયા, રતિલાલ દુદાણી સાથે  જહેમત ઉઠાવી હતી.

એ પછી જાણીતા હાસ્યકાર શ્રી ધીરૃભાઈ સરવૈયાએ ઉપસ્થિત વડીલોને મન મુકીને હસાવ્યા હતા. 'ઘરડા જ ગાડા વાળે' તેવા તળપદી શબ્દોમાં તેમણે વડીલોનું સમાજમાં શું મહત્વ છે, તેની વાતો હળવી શૈલીમાં રજુ કરી ત્યારે ઉપસ્થિત વડીલો કાર્યક્રમમાં રસતરબોળ બની ગયા હતા.

(11:11 am IST)