Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજકોટમાં પ્રજાસતાક પર્વની સુગંધ પ્રસરીઃ ફલાવર શો ખુલ્લો મુકતા નીતિનભાઇ પટેલ

૭૦ પ્રકારના ફુલ છોડ, ફુલોથી નીર્માણ થયેલ મહાત્માગાંધી તથા રમત-ગમતના સાધનોની કલાકૃતિઓનું આકર્ષણ

ખીલી...ખીલી...ફુલવારી... રાજકોટમાં આજે સવારે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે રેસકોર્ષમાં અનેરો ફલવાર-શો ખુલ્લો મુકયો હતો તે વખતની તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, ભાજપનાં પ્રદેશ અગ્રણી નિતીન ભારદ્વાજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, બાંધકામ સમીતી ચેરમેન મનીષ રાડિયા, પૂર્વ કાર્યાય મંત્રી અનિલભાઇ પારેખ ત્થા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ વગેરે ફલવાર શોમાં પ્રદર્શીત ફુલછોડથી શણપગારેલી વિવિધ કલાકૃતિઓ નિહાળી રહેલા દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા.૨૪: મ્યુ.કોર્પોરેશન દ્વારા રાજય કક્ષાની પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી અંતર્ગત રેસકોર્ષના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના મેદાનમાં 'ફ્લાવર-શો કમ ગાર્ડન એકિઝબીશન યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન આજે સવારે ૯ વાગ્યે રાજયના  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ જાન્યુ થી તા.૨૬ જાન્યુ સુધી  દરરોજ સવારે ૯ થી ૧ અને બપોરે ૩થી રાત્રે ૧૦ સુધી  રેસકોર્ષ સંકુલમાં યોજાનાર 'ફલાવર-શો કમ ગાર્ડન એકઝીબીશન' પ્રાકૃતિક સૌંદર્ય અને માહિતી ઉપરાંત જ્ઞાનવર્ધક મનોરંજન માટેનું એક ખૂબસૂરત નઝરાણું બની રહેશે. રેસકોર્ષના  માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના મેદાનમાં યોજાશે. આ ફલાવર-શોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અવનવા ફૂલ છોડ, વન અને પર્યાવરણ સંબંધી સૌ માટે, ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે અત્યંત ઉપયોગી બની રહેશે.

આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના આકર્ષણ હૈયાત ચીજવસ્તુઓ વિગેરેને ધ્યાને રાખી કરવામાં આવી રહ્યા છે. અંદાજ ૭૦ પ્રકારના ફૂલછોડ, ફોલીયેઝ (રેઇનબો ઇફેકટ) પ્લાન્ટસ સર્કસ, હેંગીગ પ્લાન્ટસ તેમજ ફલાવર્સના પીલર વિગેરેથી સુશોભન કરવામાં આવી રહ્યું છે.

'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી'ની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ ફ્લાવર શો માં ચરખો કાંતતા મહાત્મા ગાંધીની કૃતિ, મીઠાના સત્યાગ્રહ, દાંડીકુચ, મહાત્મા ગાંધીના આફ્રિકાના પ્રવાસ (ટ્રેજેડી)ના સલ્પયર્સ સાથોસાથ આયુરવેદાન (હનુમાનજીની પ્રતિમા) સાથોસાથ ફ્લાવરશોના મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ડોલ (ચણીયા ચોલી), હાર્ટ, મોર, દ્યડો (કુંભ), હાર્ટ સાઈન, સાઈકલ ફ્લાવર્સથી સુશોભન, હેંગીગ બાસ્કેટ, હેંગીગ બાસ્કેટ, હેંગીગ પોર્ટ વિગેરે રાખવામાં આવેલ છે.

યુવા વર્ગ પોતાના ફીટનેશને જાળવી રાખે અને સ્પોર્ટસને પ્રમોશન માળે તેવા રમત ગમતના સાધનોમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમીટન જેવી રમતોના સાધનોની મોટી પ્રતિમાઓને ફૂલોથી સજાવટ કરવામાં આવશે. આ ઉપરાંત બગીચાના પ્લોટને લગત પીલર્સ તેમજ ફ્લાવર સ્ટેન્ડમાં બાસ્કેટ દ્વારા હેંગીગ કરવામાં આવશે.

પર્યાવરણ ઉજવણી તેમજ સ્વચ્છતામાં રાજકોટ અગ્રેસર હોઈ, સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિક વપરાશ દ્યટાડો અને તેને વિપરીત અશારોને તાદાત્મ આપવાના ભાગરૂપે પ્લાસ્ટિક -કાગળના બેગ વપરાશની કૃતિઓ, સાથોસાથ વેસ્ટમાંથી બેસ્ટમાં ઘર વપરાશની જૂની ચીજવસ્તુ (કપડા, અન્ય ચીજવસ્તુ)માંથી તેના સુશોભન અને ફૂલછોડથી સજાવટ કરવામાં આવશે.

માનવજીવનની પાયાની જરૂરિયાત પાણી છે. દિવસે ને દિવસે પ્રદુષિત થતા જાય છે. અને તેનું સમજાવતા ફ્લોટ બોટ વિગેરે બનાવવામાં આવી રહ્યા છે.

આ ફ્લાવર શોની સાથો સાથ આધ્યામતાને પાન મહત્વ આપતા બુધ્ધા પ્રતિમા મુકવામાં આવી રહ્યા છે. સાથો સાથ 'એન્ટીકકાર-સ્કુટર'ના ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે.

શહેરનું પર્યાવરણ સુધરે તેમજ તેનું મહત્વ સમજાવતા 'અર્બન ફોરેસ્ટ' અને 'મિરર થીમ'ના આકર્ષણ કરવામાં આવી રહ્યા છે.

આ ફલાવર શોની સાથોસાથ શહેરના નગરજનોને ગાર્ડન ડેવલોપમેન્ટ અને સુશોભન માટે ગાર્ડન નર્સરી, એસેસરીઝ તેમજ વિવિધ વેરાયટીના ગાર્ડન ઓર્નામેન્ટલ પ્લાન્ટસના નર્સરી, વન્ય પેદાશ, અને સરકારશ્રીના સાહસોના એકમોના સ્ટોલ રાખવામાં આવી રહ્યા છે. સાથો સ્થ ફૂડસ્ટોલ પણ રાખવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નરેન્દ્રસિંહ ઠાકુર,  ડો.દર્શિતાબેન શાહ, વિજયાબેન વાછાણી, મનીષ રાડીયા, બાબુભાઇ આહીર, અશ્વિનભાઇ ભોરણીયા, પરેશ પીપળીયા, પ્રીતીબેન પનારા તથા દુર્ગાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

ફલાવર-શોમાં પ્રથમ ૧ કલાક ફ્રી એન્ટ્રી હતી પણ કોઇને જાણ ન કરાઇ!!

કાર્યક્રમ સ્થળે અફડા-તફડીઃ ૧ કલાક મોડુ ઉદઘાટન થયું: કોર્પોરેટરોની પાંખી હાજરી

રાજકોટ, તા., ૨૪: આજે રેસકોર્ષમાં ત્રણ દિવસ માટે અનેરા ફલાવર-શોનો પ્રારંભ સવારે નાયબ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે થયો હતો. તે વખતે પ્રથમ ૧ કલાક માટે ફલાવર-શોમાં ફ્રી એન્ટ્રી હતી. પરંતુ શહેરીજનોને તેની જાણ નહી કરાતા આ બાબતે કાર્યક્રમ સ્થળે દેકારો બોલી ગયો હતો.

આ અંગેની વિગતો મુજબ રેસકોર્ષમાં સવારે ૯ વાગ્યે ફલાવર-શોનું ઉદઘાટન થવાનું હતું. પરંતુ કોઇ કારણોસર પદાધિકારીઓ મોડા પહોંચતા ઉદઘાટન ૧૦ વાગ્યે એટલે કે ૧ કલાક મોડુ થયેલ.દરમિયાન આ ફલાવર-શોમાં પ્રથમ ૧ કલાક સુધી મુલાકાતીઓને ફ્રી-એન્ટ્રી રાખવામાં આવેલ. જેની સામાન્ય નાગરીકોને આ વ્યવસ્થાનો લાભ મળ્યો નહી અને ૧૧ વાગ્યાથી રૂ.૨૦ એન્ટ્રી ફ્રી હોવાનું શરૂ થતાં આ બાબતે દેકારો બોલી ગયો હતો.

(4:29 pm IST)