Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પીએચડી કરાવી દઈશ, પ્રોફેસર પણ બનાવીશ, તારે મારી સાથે એકવાર શરીર સબંધ બાંધવો પડશે : સૌરાષ્ટ્ર યુનિ.ના ડીનનો ઓડિયો વાયરલ

શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો : સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચડી વિભાગના ડીન હરીશ ઝાલાનો ઓડિયો વાયરલ: યુવતી સાથે કરી અઘટીત માંગણી

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પીએચડી વિભાગના ડીનનો  એક ઓડિયો વાયરલ થયો છે જેમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે અઘટિત માંગણી કરાઈ છે ડીન કહે છે કે તને પીએચડી પણ કરાવી દઇશ અને પ્રોફેસર પણ બનાવી દઇશ. મારે તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે. આવી અશ્લિલ વાત કરીને શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે.  

  રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન હરીશ ઝાલાએ એક યુવતીની સાથે અઘટિત માંગણી કરી છે. જેનો ઓડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં પીએચડી કરાવી આપવા અને પ્રોફેસર બનાવી દેવાની લાલચ આપી છે

યુવતીએ જ્યારે પ્રોફેસરને ફોન કર્યો ત્યારે પ્રોફેસરે તેને કહ્યું કે તને પીએચડી પણ કરાવી આપીશ અને પ્રોફેસર પણ બનાવી દઇશ. બસ તારી સાથે શરીર સુખ માણવું છે. આ ઓડિયોએ સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે આ ઓડિયો વાયરલ થયા બાદ હાલમાં ડીન હરીશ ઝાલા ક્યાં છે તે વાતને લઇને કોઇ સ્પષ્ટતા નથી થઇ રહી કે આ ઓડિયો બાદ ન તો તેમના તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના પ્રોફેસરે વિદ્યાર્થીનીને ફોન કરીને તેમની ઈચ્છા પૂરી કરવાની વાત કરી હતી. યુવતી ઓડિયો ક્લિપમાં વારંવાર પ્રોફેસરને જણાવી રહી છે કે, સર તમને દિલમાને દિલમાં જ વાત રહી જશે, મને કંઈ સમજાતું નથી. તમે સમજાય તેવું કહો તો હું હા પાડુંને.. બસ ખાલી હા.. હા.. કેવી રીતે કરું. અંતે પ્રોફેસર યુવતીને Ph.Dમાં તારા બધા કામો કરાવી દઈશ કરીને, સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, મારી તારી સાથે એકવાર શરીર સંબંધ બાંધવાની ઈચ્છા છે, છતાં છોકરી સમજતી નથી તો પ્રોફેસર કહે છે કે તારી સાથે એકવાર સેક્સ કરવાની ઈચ્છા છે. છેવટે વીડિયો ક્લિપના અંતે છોકરી રડી જાય છે. વિદ્યાર્થીની અને પ્રોફેસરની વાતચીતની ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયોમાં વહેતો થઈ જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ખરડાયું છે.

(11:44 am IST)