Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મેજિક ઓફ આશા : રાત્રે ગીત-સંગીત રેલાશે

મુંબઇના લોકપ્રિય ગાયિકા રૈના લહેરી રાજકોટવાસી ઓને ડોલાવશે : આશાજી મારા ફેવરીટ, તેમણે દરેક મૂડના ગીતો આપ્યા છે : રૈના લહેરી : સ્ટેજ પર કયારેય રજૂ ન થયેલા ગીતો રજૂ થશે : સંગીતકાર દર્શિત કાચા

દર્શિત કાચા, ઋષિરાજ નિરંજની, નેહલ ભટ્ટ, નેન્સી સુતરિયા, રૈના લહેરી, સોનલ ડાંગરિયા, વિભા ગજ્જર, હિતેશ ગજ્જર, રવિરાજ નિરંજની વગેરે નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૪ : ઠંડક ભરી ગુલાબી-વાસંતી રાત્રીએ સંગીતના સૂમધૂર સૂરો રેલાશે.આજે રાત્રે સંહિતા દ્વારા 'મેજિક ઓફ આશા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી નાટય ગૃહમાં આશાજીના ગીતો રેલાશે અને સંગીત પ્રેમીઓ ડોલશે.

કાર્યક્રમના આયોજકો અને કલાકારો 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. ઇન્ડિયન આઇડલ ફેમ વોઇસ ઓફ લતા - આશા રૈના લહેરી કાર્યક્રમાં જમાવટ કરશે. રૈનાએ જણાવ્યું હતું કે, આશાજી મારા ફેવરીટ ગાયિકા છે. તેમણે દરેક મૂડના ગીતો શ્રેષ્ઠત્તમ રીતે ગાયા છે. રૈનાજી કહે છે કે એક વખત આશાજીને રૂબરૂ મળવાનો મોકો મળ્યો હતો. તેમણે મારી ગાયિકી અંગે અનેક સલાહ - સૂચનો આપ્યા હતા, જે સલાહનું મેં નિષ્ઠાપૂર્વક અનુસરણ કર્યુ છે.

આજના કાર્યક્રમમાં આશાજીના ૩૦ ગીતો રજૂ થશે. સંગીતકાર દર્શિત કાચા કહે છે કે, મેં રપ૦ થી વધારે કાર્યક્રમોમાં સંગીત આપ્યું છે, પરંતુ આશાજીનું એક ગીતા 'સાથી રે ભૂલ ન જાના....' કયારેય રજૂ નથી થયું. મારવા રાગ આધારિત આ ગીત કઠી ન છે,  જે આજે સ્ટેજ પરથી પ્રથમ વખત રજૂ થશે. આજનો કાર્યક્રમ માણવા જેવો છે. આશાજીના દરેક મુડના ગીતો રજૂ થશે. કાર્યક્રમમાં વર્સેટાઇલ સીંગર હિતેશ ગજ્જર અને એનાઉન્સર તરીકે તેજસ શિશાંગિયા જમાવટ કરશે.

કાર્યક્રમ આયોજક સંહિતા ટ્રસ્ટ મંદબુધ્ધિ  બાળકો, ગૌસેવા, વૃધ્ધાશ્રમ સહાય સહિતના સેવાકાર્યો કરે છે. પ્રેસ મુલાકાત પ્રસંગે દર્શિત કાચા, રૈના લહેરી સાથે હિતેશ ગજ્જર, ઋષિરાજ નિરંજની, દુપદ ભટ્ટ, નેહલ ભટ્ટ, નેન્સી સુતરીયા, સોનલબેન ડાંગરીયા, વિભા ગજ્જર, રવિરાજ નિરંજની વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની વધારે વિગતો માટે મો.૮૦૦૦૭ ૪૪૯૯૯, મો. ૯૧પ૭૬ ૬૪૯૯૧ નંબરોનો સંપર્ક થઇ શકે છે.

(4:10 pm IST)