Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વિજય પ્લોટમાં જીજ્ઞાશાબેન કોળી પર લોધા પરિવારનો હુમલોઃ ૪ની ધરપકડ

દિવાલ ચણાતી હોઇ ત્રાપા ટેકા ગોઠવવા બાબતે ડખ્ખો થયો

રાજકોટ તા. ૨૪: વિજય પ્લોટ-૨૭માં ચાવડા ફર્નિચર સામે રહેતી જીજ્ઞાશાબેન જીવણ સિતાપરા (ઉ.૨૨) નામની કોળી યુવતિને પડોશી પુષ્પાબેન અભેસીંગ ઝરીયા (લોધા), તેની પુત્રવધૂ દક્ષા વિજય ઝરીયા, માલતીબેન ભરત ઝરીયા અને સની અભેસીંગ ઝરીયાએ લાકડી અને ઢીકા-પાટુનો માર મારતાં સારવાર લેવી પડી હતી. એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.

બનાવ અંગે જીજ્ઞાશાબેન સિતાપરાની ફરિયાદ પરથી ચારેય સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાયો છે. જીજ્ઞાશાબેન ઘર પાસે પાણી ભરતી હતી ત્યારે ઝઘડો થતાં પુષ્પાબેન સહિતના તૂટી પડ્યા હતાં. પુષ્પાબેન જીજ્ઞાશા કોળીના મકાનની પાછળના ભાગે મકાનની દિવાલ ચણાવતાં હોઇ તેના ત્રાપા ટેકા ગોઠવવા બાબતે આ ઝઘડો થયો હતો. પુષ્પાબેને લાકડીથી માથામાં માર માર્યો હતો. દક્ષા અને માલતીએ તેણીને પકડી રાખી હતી અને સનીએ મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પી.એસ.આઇ. વી.એમ. ડોડીયાએ ચારેયની ધરપકડ કરી હતી.

(4:06 pm IST)