Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પ્રજાસત્તાક દિને થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન

રાઈઝીંગ ઈન્ડિયા- ગુંદાવાડી વેપારી એસો. - રાજકોટ બિલ્ડીંગ કોન્ટ્રાકટર એસો.નો સહયોગ

રાજકોટ, તા. ૨૪ : આગામી ૨૬મીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત શુક્રવારે સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી અરિહંત બિઝનેસ સેન્ટર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ગરીબ દર્દીઓ અને થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે રાઈઝીંગ ઈન્ડિયા દ્વારા યોજાશે. આ પ્રજાસત્તાક મહાપર્વમાં રાઈઝીંગ ઈન્ડિયાના સથવારે ગુંદાવાડી વેપારી એસોસીએશન, રાજકોટ બિલ્ડીંગ કોન્ટ્રાકટર એસોસીએશન તથા કોઠારીયા નાકા યુવક મંડળ જેવી સંસ્થાનો સહયોગ મળ્યો છે.

આ મહાપર્વને સફળ બનાવવા અંકિત દાવડા, હર્ષિલ શાહ, અશ્વિનભાઈ પૂજારા, પરાગ લોલારીયા, પરેશભાઈ મહેતા, નિલેશભાઈ, ભાવિન મહેતા, રવિ સુરાણી, ચિરાગભાઈ ધામેચા, સુરેશભાઈ સાયાની, રાજા ભટ્ટ, ગુંદાવાડી એસો. પ્રમુખ પરેશભાઈ કોરાટ જહેમત ઉઠાવી રહ્યા છે. સ્થળઃ અરિહંત બિઝનેસ સેન્ટર ગુંદાવાડી હોસ્પિટલ સામે કેનાલ રોડ, રાજકોટ મો. ૯૯૭૪૦ ૯૫૩૪૩. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)