Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

કુચીયાદળમાં તું મારા ભાભીને કેમ હેરાન કરે છે? કહી અશોક પર હુમલો

કોળી યુવાનને બે કોળી શખ્સો લવજી અને પ્રવિણે પાઇપ-ઢીકાપાટુ માર્યા

રાજકોટ તા. ૨૪: કુવાડવા નજીક કુચીયાદળમાં રહેતાં અને ઘેર બેઠા ઇમિટેશનનું કામ કરતાં કોળી યુવાન અશોક ગોરધનભાઇ જાડા (ઉ.૨૭)ને એક કોળી શખ્સે તું કેમ મારા ભાભીને હેરાન કરે છે? તેમ કહી મિત્ર સાથે મળી પાઇપ અને ઢીકા-પાટુનો માર મારતાં સારવાર લેવી પડી હતી.

હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં કુવાડવાના પી.એસ.આઇ. વી. પી. આહિરે અશોકની ફરિયાદ પરથી કુચીયાદળના લવજી બાબુભાઇ ચોૈહાણ (કોળી) અને તેના મિત્ર પ્રવિણ હેમતભાઇ ચોૈહાણ સામે ગુનો નોંધ્યો હતો. અશોકના કહેવા મુજબ પોતે ચાલીને કુચીયાદળના કાચા રસ્તે જઇ રહ્યો હતો ત્યારે લવજીએ અટકાવી તું કેમ મારા ભાભીને હેરાન કરે છે? તેમ કહી ઝઘડો કરી પ્રવિણ સાથે મળી પાઇપથી હુમલો કરી હાથે-પગે ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. પોતે કદી લવજીની ભાભીને હેરાન કરી ન હોવા છતાં ખોટો આરોપ મુકી હુમલો કરાયાનું પણ અશોકે કહ્યું હતું. પોલીસે હુમલાખોરોની શોધ આદરી છે.

(11:26 am IST)