Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

અયોધ્યા ચોકમાં આકાશ વ્યાસ પર અજાણ્યા શખ્સોનો હુમલો

રાજકોટ તા. ૨૩: માધાપર ચોકડી નજીક અયોધ્યા ચોકમાં રહેતાં આકાશ દિલેશભાઇ વ્યાસ (ઉ.૩૦) નામના યુવાન પર અયોધ્યા ચોકમાં અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

લોહાનગરના રાજુની ધોલધપાટ

બીજા બનાવમાં લોહાનગર ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતાં રાજુ કિશનભાઇ ઉધરેજીયા (ઉ.૩૫)ને રામધણ રોડ પર પાથરણું પાથરીને બેઠો હતો ત્યારે મ્યુ. કોર્પોરેશનના જગ્યા રોકાણના સ્ટાફે દૂર બેસવાનું કહી માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(4:04 pm IST)