Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રામપાર્કમાં ધંધા પ્રશ્ને દિપેનભાઇ રાખોલીયાને મોટા સસરા અને સાળાની ધમકી

મોટા સસરા કિશોર કાકડીયા તેના બે પુત્ર કૃણાલ અને મયુર સામે ગુન્હો

રાજકોટ તા.ર૩ : કોઠારીયા રોડ પર રામપાર્કમાં ધંધા પ્રશ્ને પટેલ યુવાનને તેના મોટા સસરા અને બે સાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર કામનાથ સોસાયટી શેરી નં.૪માં રહેતા કારખાનેદાર દિપેનભાઇ કિશોરભાઇ રાખોલીયા (ઉ.વ.ર૭)ના સસરા રાજુભાઇ કાકડીયા તેના મોટાભાઇ સાથે ધંધા બાબતે માથાકુટ ચાલતી હોઇ તેમાં દિપેનભાઇ રાજુભાઇ સાથે હોઇ તેથી દિપેનભાઇ ગઇકાલે રામપાર્ક શેરી નં.૪માં હતા ત્યારે તેના મોટા સસરા કિશોર રામજી કાકડીયા તેના બે પુત્રો કૃણાલ અને મયુરે આવી 'તુ તારા સસરાના પક્ષમાંથી હટી જ્જે નહિતર રહેવા નહી દઇએ' તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દિપેનભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. સુભાષભાઇ ડાંગરે તથા રાઇટર મયુરભાઇ મીયાત્રાએ તપાસ આદરી છે.

(3:55 pm IST)