Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર વિચિત્ર અકસ્માતઃ આખે આખુ ડમ્પર ઉંચુ થઇ ગયું: વાહન વ્યવહારને ભારે અસર

આટકોટઃ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપરના બગોદરા-ભાવનગર ચોકડી પાસે આજે બપોરે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડંમ્પર આખે આખુ ઉંચુ થઇ જતા કિલોમીટર દર્શાવતું બોર્ડ નીચે પડી ગયું હતું. બગોદરા-ભાવનગર ચોકડી પાસેથી પસાર થઇ રહેલા ડમ્પર ચાલકે ડમ્પરની ટ્રોલી ઉંચી થાય છે કે નહિ તે ચાલુ ડમ્પરે ચેક કરતા આખે આખુ ડમ્પર ઉંચુ થઇ ગયું હતું અને રસ્તા ઉપર વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપરનો એક રસ્તો થોડીવાર માટે બંધ કરવો પડયો હતો. સદનસીબે જાનહાની થઇ ન હતી. પરંતુ થોડીવાર માટે દોડધામ થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો હતો. (તસ્વીરઃ અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(3:54 pm IST)