Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ગુરૂકુળના ભાવાંજલિ મહોત્‍સવમાં ૩ દિ'મહાવિષ્‍ણુ યજ્ઞ

દિવ્‍ય -ભવ્‍ય શોભાયાત્રા સાથે મહોત્‍સવ પ્રારંભ : આકર્ષક મંચ : અદ્‌્‌ભૂત બાળમંચ : બાળકો દ્વારા નૃત્‍ય નાટિકા

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ દ્વારા શાસ્‍ત્રીજી મહારાજના દિક્ષા શતાબ્‍દી વર્ષ નિમિત્તે યોજાયેલ ભાવાંજલિ મહોત્‍સવ પ્રસંગે કલેકટરશ્રી વિક્રાંત પાંડે, શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી વગેરેની હાજરીમાં શોભાયાત્રા, પૂજન, દીપપ્રાગટય વગેરે કાર્યક્રમો યોજાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ, તા. ર૩ : અત્રેના શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલના સ્‍થાપક પ.પૂ. સદ્‌્‌વિદ્યા સદ્ધર્મરક્ષક સદ્‌્‌ગુરૂ શાષાી ધર્મજીવનદાસજી સ્‍વામીના દીક્ષા શતાબ્‍દી પ્રસંગે યોજાયેલ ભવ્‍ય અને દિવ્‍ય ભાવાંજલિ કાર્યક્રમનો અનોખો અને આકર્ષણ સમા આજે પ્રારંભ થયો હતો.

ભવ્‍ય શોભાયાત્રાનું પ્રસ્‍થાન ગુરૂવર્ય સદ્‌્‌ગુરૂ દેવકૃષ્‍ણદસાજી સ્‍વામી અને જિલ્લા કલેકટર શ્રી ડો. વિક્રાંત પાંડે કરાવેલ. આ પ્રસંગે હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હજારો હરિભકતો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા.

શોભાયાત્રા જયારે ભકિતનગર સર્કલ પહોંચી ત્‍યારે સર્કલમાં બનાવેલ અને ગુરૂકુલ દ્વારા બનાવેલ પ્રેરણારૂપ મોડલનું ઉદ્‌્‌ઘાટન ગુરૂવર્ય દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી સાથે રાજકોટ શહેરના ઉત્‍સાહી મેયર શ્રી ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાયના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે વિશાળ સંતમંડળ તથા વોર્ડ પ્રમુખ અનિષભાઇ જોષી હાજર રહેલ.

શોભાયાત્રા જયારે સભાસ્‍થળના મુખ્‍ય પ્રવેશ દ્વારે પહોંચી ત્‍યારે હૈયે હૈયુ દળાય એવી જનમેદનીના ભાગવાનની જયનાદ અને ઘોષનાદ વચ્‍ચે પ્રવેશદ્વારનું ઉદ્‌્‌ઘાટન કરવામાં આવેલ. વિશાળ સભામંડપ અને આકર્ષક સભા સ્‍ટેજ સૌનું ધ્‍યાન ખેંચતા હતા. સભામંડપની રચના તથા સ્‍ટેજ જીવનમાં એકવાર નિહાળવા સમું છે.

આજે રાજકોટ અને તેની ૩પ શાખાઓના વિદ્યાર્થીઓએ બાળમંચમાં ગુરૂનું પૂજન કરેલ. ગુરૂના પૂજન ઉત્‍સવમાં નાગપુર, વિજયવાડા, બેંગ્‍લોર, હૈદરાબાદ, સુરત, મુંબઇ, જુનાગઢ, તરવડા, ભાયાવદર, કેશોદના બાળકો આવ્‍યા. પરેડ, પૂજન, પ્રાર્થના, યોગા, જિમ્નાસ્‍ટિક, કરાટેની કમાલ દેખાડી, વિવિધ ગુરૂકુલના બાળકોએ પરેડ યોજી. સમાજને વિવિધ સંદેશો આપતા બોર્ડ સાથે કરેલ. પરેડમાં વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો, સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતા, વ્‍યસન છોડો, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, ઘણો અને ભણાવો, પુરૂષાર્થને પ્રાર્થના કરો, યોગી બનો નિરોગી રહો, ફેશન છોડો અને સભ્‍યતા જાળવો. આજે ભાવાંજલિ મહોત્‍સવમાં પ્રથમ દિવસે દસ હજાર બાળકોનો બાળમંચ યોજાયો.

આ પ્રસંગે વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના ટેમ્‍પલ બોર્ડના શાષાીશ્રી નીલકંઠચરણ સ્‍વામી, વંથલી વાળા દેવ સ્‍વામી તથા વિવિધ ધામોથી સંતો પધારેલ.

વહેલી સવારના પ્રભાતફેરી શહેરના વિવિધ વિસ્‍તારમાં ધૂન કીર્તન સાથે નીકળી હતી. ત્‍યારબાદ ઘનશ્‍યામ મહારાજના અભિષેક કરવામાં આવેલ અને વિવિધ ફૂટોથી ભગવાન પાસે હાટડી ભરવામાં આવેલ.

સવારે ૭-૦૦ કલાકે મહાવિષ્‍ણુયાગનો પ્રારંભ થયેલ જે સવારના ૭ થી ૧ સુધી ત્રણ દિવસ ચાલશે. સવારના ૮:૩૦ કલાકે સંકીર્તન તથા કથા પ્રારંભ થશે જેમાં સત્‍સંગિજીવનની કથા શાષાી ચૈતન્‍યસ્‍વરૂપદાસજી સંગીતના મધુર સૂરો સાથે કરેલ. ત્‍યારબાદ વ્‍યાખ્‍યાનમાળામાં કૃષ્‍ણચરણદાસજી સ્‍વામી પોતાની અમૃતવાણીનો લાભ આપેલ. આ પ્રસંગે મહાનુભાવો અને દાતાઓનું યથાચિત સ્‍વામીને ભાવાંજલિ અર્પણ કરેલ અને તેમનું સન્‍માન કરવામાં આવેલ.

આ પ્રસંગે સદ્‌્‌. શાષાી ધર્મજીવનદાસજી સ્‍વામી, શાષાીજી મહારાજની અમૃતવાણી, ધર્મમય જીવન, વિદૂરનીતિ અને આકર્ષણ સમા દેશ અને દુનિયાની અદ્‌્‌ભૂત ૧૦૦ રચનાઓ પુસ્‍તકોનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

બપોર મહિલા મંચ રાખવામાં આવેલ. જેમાં બહેનો દ્વારા જ સભા સંચાલન અને પ્રવચનો રાખવામાં આવેલ અને બાળાઓએ વિવિધ રૂપકો રજૂ કરેલ.

બપોરના સમય કથા પ્રારંભ ૪.૦૦ વાગ્‍યે થયેલ જેમાં શાષાી મંગલસ્‍વરૂપસ્‍વામીએ મહારાજના દિવ્‍ય ચરિત્રોની કથા કરેલ અને સ્‍વામિનારાયણ સંપ્રદાયના શાકોત્‍સવ અંગે જ્ઞાનસ્‍વારૂપદાસજી સ્‍વામીએ પ્રવચન આપેલ. આ પ્રસંગે સ્‍વામીના ભાવાંજલિ  પ્રસંગે યોજાયેલ ૧૦૦ કથા પારાયણના યજમાનનું સન્‍માન કરવામાં આવેલ. સાથો સાથ રાજકોટ ગુરૂકુલની નૂતન શાખા જામનગર અને દિલ્‍હી ખાતે શરૂ થશે તેની ઇષ્‍ટિકા પૂજનનો કાર્યક્રમ પણ રાખેલ.

રાત્રે ૮-૩૦ કલાકે પૂજય શાષાીજી મહારાજના જીવનગાથાની નૃત્‍ય નાટિકા ગુરૂકુલના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હરિભકતો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવશે. જેનું માર્ગદર્શન વિશ્વજીવનદાસજી સ્‍વામી, અર્જુન ભગત અને જેરામભાઇ દુધાત્રાના આપવામાં આવેલ છે. જીવનમાં જાણવા અને માણવા આ નૃત્‍યુ-નાટિકા સૌએ નિહાળવી જ રહી.

 

(3:54 pm IST)