Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

BRTS રૂટ પર વધુ ૪ બસો દોડાવવા વિચારણા

૧૦.૭ કિ.મીના રૂટ પર ૧૦ બસો દોડી રહી છેઃ દરરોજ ૨૦ હજાર મુસાફરો લાભ લેતા હોવાનો તંત્રનો દાવો

રાજકોટ,તા.૨૩:  શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહ ે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૨૦૧૨માં શહેરનાં ૧૫૦ફુટ રીંગ રોડ પર ૧૦.૭ કિ.મી સુધી બી.આર.ટી.એસ બસની સુવિધા શરૂ કરવામાં  આવી હતી. આ રૂટ પર દરરોજ  ૧૦ બસ દોડાવવામાં  આવી રહી છે.મુસાફરોનો ટ્રાફિક  વધુ થતા તંત્ર દ્વારા વધુ ૪ બસ દોડાવવા વિચારણા ચાલી રહ્યાનું સુત્રો માંથી જાણવા મળ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  બી.આર.ટી.એસ. બસ સર્વિસનું કોર્પોરેશન દ્વારા ગોંડલ ચોકથી માધાપર ચોક (૧૦.૭૦ કિ.મી.) સુધીનો બી.આર.ટી.એસ. બ્લુ કોરીડોર રૂટ પર ૧૦ બસ દોડી રહી છે. તંત્ર વાહકોનાં જણાવ્યા પ્રમાણે દરરોજ બી.આર.ટી.એસ. બસ સર્વિસનો લાભ દૈનિક અંદાજીત ૨૦,૦૦૦ મુસાફરો દ્વારા લેવામાં આવી રહેલ છે. આ દૈનિક મુસાફરોની સંખ્યા વધારો જોવા મળતા ૪ જેટલી બસ નવી શરૂ કરવા વિચારણા કરવામાં  આવી રહી છે.જે અંતર્ગત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તા.૦૧ ઓકટોબર ૨૦૧૨ થી શરૂ કરવામાં આવેલ છે. જેના વ્યવસ્થાપન હેતુ રાજકોટ રાજપથ લી.ની રચના કરવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે, શહેરીજનોને મળી રહેલી બસ સેવાની ગુણવત્ત્।ાના આધાર પર સ્કોચ મોબીલીટી એવોર્ડ ૨૦૧૭ અંતર્ગત રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસને  સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૭ માટે પસંદ કરવામાં આવેલ છે.

(3:54 pm IST)