Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા... કહો દિલ સે... વિજયભાઈ ફીર સે...

રાજકોટ ભાજપ કાર્યાલયે ઉત્સવી માહોલ : આતશબાજીની ધૂમ વચ્ચે નેતાઓ પણ નાચી ઉઠ્યા

રાજકોટ : વિજયભાઈ રૂપાણી બીજી વાર મુખ્યમંત્રી તરીકે ગઈસાંજે સર્વાનુમતે જાહેર થતા રાજકોટ ભાજપ કાર્યકરો અને નેતાઓએ ભાજપ કાર્યાલય બહાર ઉત્સવ જેવો માહોલ સર્જી દીધો હતો. ફટાકડાની ધૂમ વચ્ચે મન મૂકીને સૌ નાચ્યા હતા. આ પ્રસંગે ભાજપ કાર્યકરોએ ઈન્દીરા સર્કલ, યાજ્ઞિક રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શહેરીજનોએ ભાજપની આ પસંદગીને આવકારીને શહેરના અધૂરા કામો પૂરા કરશે તેવી આશા વ્યકત કરી હતી. આ પ્રસંગે ભાજપના નેતા સર્વેશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ઉદયભાઈ કાનગડ, દિનેશભાઈ કારીયા, દેવાંગ માંકડ, મયુર શાહ, જીતુભાઈ કોઠારી, નિલેશ ખુંટ, અનિલભાઈ પારેખ, પ્રદિપ ડવ, મનહરભાઈ બાબરીયા સહિતના ભાજપના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને એકબીજાને મોં મીઠા કરાવી નાચગાન સાથે ઉજવણી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:23 pm IST)