Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રૈયાધાર મફતીયાપરામાં પોલીસની ડ્રાઈવઃ ચાર મહિલાને દેશી દારૂ સાથે ઝડપી લીધી

રાજકોટઃ. શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે. દિયોરાની સૂચનાથી અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂ અંગે ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. વોરા, એ.બી. જાડેજા તથા બી.જી. ડાંગર સહિતના સ્ટાફે રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. તેમાં ચાર મહિલાઓને દેશી દારૂના જથ્થા સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(4:24 pm IST)