Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

નવા થોરાળા વિસ્તારમાં ડિમોલીશનઃ વોંકળામાં નડતરરૂપ ર૪ કાચા-પાકા મકાનનો કડુસલો

રાજકોટ, તા., ૨૩: શહેરના વોર્ડ નં. ૧પમાં નવા થોરાળા પોલીસ સ્ટેશનની આજી નદી બોકસ ગટર સુધીના વોંકળામાં આવેલ નડતર રૂપ ર૪ કાચા-પાકા મકાનોનું ડિમોલીશન આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ દબાણો હટાવી ૧૬૭૦ ચો.મી. રૂ. ૧.૬૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશ્નર  અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન) દ્વારા શહેરના વોર્ડ નં. ૧પમાં નવા થોરાળા પોલીસ સ્ટેશનથી આજી નદી સુધી વોકળામાં આવેલ નડતરરૂપ દબાણો દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ. આ ડીમોલીશન દરમ્યાન  ર૪ મકાનોના દબાણો દુર કરી ખુલ્લી કરેલ જમીનનુ આશરે ક્ષેત્રફળ ચો.મી. ૧૬૭૦.૦૦ ચો.મી.  રૂ. ૧,૬૭,૦૦,૦૦૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન તથા સેન્ટ્રલ ઝોન)નો આસી. ટાઉન પ્લાનર વી.વી.પટેલ, અશ્વીન પટેલ, પી.ડી.અઢીયા, એડી. એન્જી./એડી. આસી. એન્જી. વર્ક આસી. તથા હેડસર્વેયર ટી.પી.સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા ટીમ સાથે દબાણ હટાવ શાખા, ફાયર બ્રિગેડ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહયો હતો.

(4:10 pm IST)