Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે હાર્દિકસિંહ રાજપુત અને મહામંત્રી પદે અભિષેકસિંહ તલાટીયાનો વિજય

રાજકોટ  : શહેરમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા યુવક કોંગ્રેસની તાજેતરમાં ચુંટણી યોજાઈ હતી જે ચુંટણીમાં રાજકોટ શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે હાર્દિકસિંહ રાજપૂત(પરમાર) અને શહેર યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે અભિષેકસિંહ તાલાટિયાનો વિજય થતા આજરોજ ડો.યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક ખાતે વિજયોત્સવ યોજવામાં આવેલ હતો. આ બંને વિજયી થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવતા રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન  મહેશભાઈ રાજપુત રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડ, રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવા, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, વિચાર સેલ ચેરમેન ભાવેશભાઈ ખાચરીયા, યુથ કોંગ્રેસ મહામંત્રી કૈલાશ સરીખાળા, યુથ કોંગ્રેસ પુર્વ મહામંત્રી મૌલેશ મકવાણા, પાર્થ બગડા, વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોકસિંહ રાજપૂત, અશોકસિંહ પરમાર, કરણીસેના ચંદુભા પરમાર, સહદેવભાઈ ડોડીયા, કોળી સમાજ અગ્રણી અર્જુનભાઈ અણીયારા, રાજપૂત સમાજ યુવા અગ્રણી રાજભા વાઢેર, મુસ્તુફાભાઈ કાજી, સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ મનપાના કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

(3:32 pm IST)