Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વરણા ગામે આયોજીત વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ સંપન્નઃ રીવાબાનું વકતવ્ય

રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા

રાજકોટઃ રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો તથા બુસા (હિરપરા) પરિવાર તથા ગ્રામ પંચાયત વરણા ગામના સહયોગથી વરણા ગામમાં વિનામૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૪૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધેલ. જરૂરી દવાઓ પણ આપવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત- જામનગરના વશરામભાઈ રાઠોડ, ડી.એમ.એલ.ગ્રુપ- રાજકોટ હરીશભાઈ લાખાણી, રાધે ગ્રુપ- રાજકોટ જયેશભાઈ સાવલીયા, સરપંચ રાજુભાઈ હરસોડા વરણા ગામ, જગદીશભાઈ ચાંગાણી, ઉપસરપંચ વરણા ગામ તેમજ શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા કે જેઓ માતૃશકિત ચેરીટેબલ- જામનગરના મેનેજીંગ ટ્રસ્ટી છે, જેમણે નારી શકિત તથા માસિક ધર્મ જેવા વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરી મહીલાઓમાં પોતાના માટે શારીરિક જાગૃતિ લઈ આવવા માટે પ્રોત્સાહત કરી પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

હાડકાના ડો.કૃણાલ થડેશ્વર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.સુધીર રાખોલીયા તથા રીધ્ધી રાખોલીયા, આંખના સર્જન ડો.પ્રતિષ સવજીયાણી, દાંતના સર્જન ડો.બ્રિજેશ સોની, નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાંત ડો.વિપુલ ભંડેરી તથા ડાયાબિટીઝ પ્રિવેન્શન લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટરની ટીમ સેવા આપેલ.

કલબના પ્રેસીડન્ટ રોટેરીયન ડિમ્પલભાઈ લાખાણી તેમજ સેક્રેટરી રોટેરીયન કિશોરભાઈ રાજપોપટ પ્રોજેકટ ચેરપર્સન ડો.કૃણાલ થડેશ્વર, મુકેશ પટેલ, સોનલ રાજપોપટ, હરીશ નાથાણી, જીજ્ઞેશભાઈ અમૃતિયા, કિશોર સામાણી, ધર્મેન્દ્ર વોરા, નથુભાઈ ઓડેદરા, રવિભાઈ ગાંધી, નીલમબેન લાખાણી, રાજુભાઈ ધામી, કિરણબેન ધામીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર પ્રોજેકટનું સંચાલન સંજયભાઈ નિમાવતએ કરેલ હતું.

(2:34 pm IST)