Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કિર્તીદાન ગઢવીને અમેરિકામાં વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટનો એવોર્ડઃ 'યુએસ' વર્લ્ડ ટેલેન્ટ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુકિત

રાજકોટ :.. સુવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના સ્વરના સથવારે દેશ-વિદેશમાં ધુમ મચાવી રહ્યા છે. હાલમાં કિર્તીદાન ગઢવીના અમેરિકા ખાતે જુદી - જુદી જગ્યાએ લોકડાયરાના કાર્યક્રમો યોજાઇ  રહ્યા છે. અને જનમેદની ઉમટી પડે છે અમેરિકાની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવીને લોકહૈયે ધબકતા ગીતોના સથવારે લોકગીતો, દુહા-છંદ સહિતના કાર્યક્રમોની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં 'યુએસ' વર્લ્ડ ટેલેન્ટ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિર્તીદાન ગઢવીની વરણી તા. ૧૯ ના રોજ કરવામાં આવી છે. વર્લ્ડ ટેલેન્ટના ફાઉન્ડર અને સીઇઓના હસ્તે વર્લ્ડ અમેઝીંગ ટેલેન્ટનો એવોર્ડ લોકગાયક કિર્તીદાન ગઢવીને અમેરિકામાં અર્પણ કરાયો હતો. કીર્તીદાન ગઢવીના મો. ૯પપ૮૭ પ૭પ૭પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(12:48 pm IST)