Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

એઇમ્સ માટે ૪ પ્લાન મંજુર : કુલ ૧૯ પ્લાન અંગે કાર્યવાહી : મુખ્ય બિલ્ડીંગનો નકશો હવે મૂકાશે

રાજકોટ, તા. ર૩ : શહેરથી ૧પ થી ૧૭ કિમી દૂર ખંઢેરી-પરાપીપળીયાની જગ્યામાં એઇમ્સ હોસ્પિટલનું કામ ધમધોકાર ચાલી રહ્યું મેદાન સમથળ, કમ્પાઉન્ડ વોલ, તથા સીકસલેન રસ્તા સહિતની કામગીરી અંગે કાર્યવાહી થઇ રહી છે.

દરમિયાન એઇમ્સના કોન્ટ્રાકટ બેઇઝ દ્વારા નકશા-વિવિધ બિલ્ડીંંગો-સ્ટાફ કવાર્ટસ-શેલ્ટર હાઉસ, ડાયરેકટર બંગલો મેઇન ૭ માળનું બિલ્ડીંગ સહિત કુલ ૧૯ પ્લાન-નકશા રૂડામાં મંજુર અર્થે મૂકાયા છે, તેમાં શેલ્ટર હાઉસ, ડાયરેકટ બંગલો-સ્ટાફ-કવાટર્સ સહિત કુલ ૪ પ્લાન-નકશા મંજૂર થઇ ગયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે અન્ય ૧પ નકલા-પ્લાન અંગે કામગીરી ચાલી રહી છે. મુખ્ય ૭ માળની બિલ્ડીંગનો આખો પ્લાન-નકશો હવે મૂકાશે, તે અંગે કાર્યવાહી થઇ રહ્યાનું અને આ મુખ્ય બિલ્ડીંગનો પ્લાન મૂકયા બાદ  બાંધકામ કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ થનાર હોવાનું વર્તુળોએ ઉમેર્યું હતું.

(3:36 pm IST)
  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST

  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST