Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સ્ત્રીદાક્ષણ્ય દાખવનાર પુરૂષોને 'ટીમા એવોર્ડ'

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી રૂપે સદ્ગૃહસ્થોનું 'ધ આઇડલ મેન એવોર્ડ' આપી બહુમાન

રાજકોટ,તા. ૨૩: આપણે સૌ વર્ષોથી મહિલા દિવસ ઉજવતા આવ્યા છીએ પરંતુ પુરુષ દિવસની ઉજવણી કયારેય કરાતી નથી. સ્ત્રીદાક્ષણ્ય દાખવનાર પુરુષોને પોંખવાનો ઉત્સવ એટલે ૧૯ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી.

આ દિવસે અમે 'ધ આઇડલ મેન એવોર્ડ '(T I M A – ટીમા) નું આયોજન કરેલ છે.

ગ્રીક શબ્દ 'ટીમા'ના અર્થ થાય છે  'હોનર ટૂ ગોડ' સદગૃહસ્થઓ નું સન્માન!

ટીમા એવોર્ડસ એવા પુરૂષોને આપવામાં આવશે જે પુરુષો મહિલાઓનું સન્માન કરે છે, મહિલાઓની યોગ્યતાઓને બહાર લાવવા પ્રયત્નશીલ રહે છે, મહિલા સશકિતકરણની હિમાયત કરે છે, દીકરીઓના જન્મને વધાવે છે, સમાજમાં લૈંગિક સમાનતા માટે કામ કરે છે, સ્ત્રી દાક્ષણય રાખે છે ...એવા પુરુષોને ટીમા અવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા.

આ એવોર્ડ્સ દ્વારા સકારાત્મક મૂલ્યો ધરાવતા પુરુષોને બિરદાવીને સમાજમાં સમાનતા માટેની પ્રેરણા રૂપ પહેલ કરવા માં આવી રહી છે. લિંગ સમાનતા એ 'મહિલાઓનો મુદ્દો'નથી પરંતુ અમુક પુરુષો પણ તેના સમર્થક છે. પુરુષો હંમેશાં મહિલાઓની ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. આજે કેટલાય પુરૂષો છે જેઓ ગૌરવપૂર્ણ નારીવાદીઓ છે પણ હજી લાંબી મજલ કાપવાની બાકી છે.

TIMA દ્વારા કેટલાક એવા પુરુષોનો આભાર માનવા પ્રયાસ થયો છે કે જેઓ આપણા કુટુંબ, વ્યાવસાયિક સંસ્થા અને સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે. TIMA એવોર્ડની શરૂઆત ગત વર્ષ ઇન્ટરનેશનલ મેન્સ ડે પર ૨૫ પુરૂષો ને સન્માનિત કરીને કરવામાં આવી હતી.

આ વખતે વર્ષ ૨૦૨૦ માં કુલ મળી ને ૫૩૦ નામાંકન મળ્યા જેમાંથી ૧૭ પુરૂષોને 'ધ આઇડિયલ મેન એવોર્ડ્સ' TIMA'થી તારીખ ૧૯મી નવેમ્બરે નવાજવામાં આવ્યા.

અવોર્ડ પ્રાપ્ત કરનારા મહાનુભાવોમાં  મહિલા વિકાસના અનેક કાર્યક્રમોને નૈતિક તેમજ આર્થિક સહયોગ પૂરો પાડનાર હાર્ટ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી તથા ચેરમેન ડોકટર નીતિનભાઈ શાહ,પોતાના અવિસ્મરણીય કાવ્યો-ગીતો દ્વારા નારી સન્માનની લાગણી વ્યકત કરતા રહેલા લોકપ્રિય કવિ શ્રી તુષાર શુકલ, આગવી શૈલીમાં પોતાની કોલમ દ્વારા નારી સંવેદનાઓને અભિવ્યકત કરતા રહેલા જાણીતા લેખક ડો નિમિત્ત્। ઓઝા, વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓને સન્માનિત કરતા રહેલા કવોલીટી માર્ક ટ્રસ્ટના શ્રી હેતલભાઈ ઠક્કર, ગુરૂકથાઓ દ્વારા સમાજમાં માન-સન્માન અને સમાનતાનો સંદેશો ફેલાવતા રહેલા આધ્યાત્મિક વકતા મેડીટેશન એકસપર્ટ તથા લાઈફ કોચ શ્રી મોહિતભાઈ કાચા, પત્રકારત્વ દ્વારા મહિલાઓનુ સન્માન વધારનાર સિનિયર જર્નાલિસ્ટ શ્રી અમર આનંદ, ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર અનેક મહિલાઓને બચાવીને કાઉન્સેલિંગ કરી નવું જીવન, નવી આશાનો સંચાર કરનાર ટોકસીકોલોજીસ્ટ ડોકટર તેજસ પ્રજાપતિ, મહિલાઓને સેનેેટરી પેડ્સ ના ઉત્પાદન દ્વારા રોજી રોટી આપતા અને વિનામૂલ્ય વિતરણ કરતા શ્રી મનોજભાઈ સોની, અનેક સામાજીક પ્રવૃત્ત્િ।ઓમાં યોગદાન આપતા રહીને હજારો કન્યાઓના જીવનમાં શિક્ષણરૂપી ઉજાસ ફેલાવી તેમના કારકિર્દી ઘડતરમાં ઉપયોગી થયેલા પ્રિન્સિપાલ સંજયભાઇ રાવલ, લોકડાઉન પછીના કપરા કાળમાં પોતાની પત્ની સાથે મળીને પ્રોજેકટ 'દૈવત' શરૂ કરી પચાસથી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડનાર શ્રી પ્રફુલ્લભાઈ ઉપાધ્યાય, સોથી વધુ મહિલાઓને અગ્નિ શમનની તાલીમ આપનાર શ્રી વૈભવ શિતોલે, પોતાની સાસુને માતા સમાન માની સેવા કરતા રહેલા શ્રી કલ્પેશ શર્મા, પરિવારની મહિલાઓને સફળ સિવિલ એન્જિનિયર બનવા પ્રોત્સાહન આપનાર એન્જિનિયર શ્રી બ્રેનલ ખત્રી,  પત્નીને એમ.એ.,પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરવા પ્રેરિત કરી કોલેજ પ્રિન્સિપાલ સુધી પહોંચવામાં નિમિત્ત્। બનનાર શ્રી ભરતભાઈ દવે, બેટી બચાવો અને વિધવા સહાયના કાર્યમાં જોડાયેલા શ્રી અલ્પેશભાઈ શાહ, પોતાના પરિવારજનોની કન્યાઓને ઉછેરી, ભણાવીને સેટલ કરનાર શ્રી કિરીટભાઈ પારેખ, પરિવારની મહિલાઓના વ્યવસાયિક સાહસને આર્થિક સહયોગ આપનાર વૈજ્ઞાનિક શ્રી વિલાસભાઈ જામીનદારનો સમાવેશ થાય છે.'આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ'ની ઉજવણીના ભાગ રૂપે 'ટીમા એવોર્ડ'નુ આયોજન ટી.વી.ફિલ્મ મેકર, લેખિકા અને ઇન્ટરવ્યુઅર મનીષા શર્મા તથા સરસ્વતીચંદ્ર આચાર્યએ કર્યું હતું. આ પ્રસંગે 'સેવા' સંસ્થાના ડાયરેકટર શ્રીમતી રીમા નાણાવટીએ મુખ્ય વકતવ્ય આપ્યું. લેખિકા વર્ષા અડાલજાએ સ્ત્રી પુરૂષ સમાનતાનો સુંદર સંદેશ આપ્યો. રિટાયાર્ડ આઇ.એસ.એ. શ્રી આર. એન.જોષી, પદ્મશ્રી વિષ્ણુ પંડયા અને ખ્યાત નામ કવિ શ્રી ભાગ્યેશ ઝા શુભેચ્છક તરીકે જોડાયા. આ કાર્યક્રમ માં અમિષ ફાઉન્ડેશનના શરીફ મેમન, વિહંગ એડ કોનના કામેન્દુ જોષીનો સહયોગ સાંપડ્યો છે. આ વર્ચ્યુઅલ એવોર્ડ પ્રોગ્રામ યુ-ટ્યુબ, ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર પ્રસારિત થયો હતો.

(3:35 pm IST)
  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST

  • દિલ્હીની બે બજારો બંધ કરી દેવાઈ : પશ્ચિમ દિલ્હીના બે બજારો જનતા માર્કેટ અને પંજાબી બસ્તી બાઝારને ૩૦મી સુધી બંધ કરી દીધા છે : અહિં નિયમોનું ઉલ્લંઘન અને ભારે ભીડ સર્જાતી હતી : કોરોનાએ અહિં રાડ બોલાવી દીધી છે access_time 11:32 am IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST