Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : એક દિવસમાં ૧૦ હજાર ફોર્મ ઉપડયા

સીટી પ્રાંત-૧માં ૨૧૦૦ : રૂરલ રાજકોટમાં ૨૨૬૬ : સીટી પ્રાંત-૨ વિસ્તારમાં ૧૮૭૫ તથા દક્ષિણમાં ૧૩૦૦થી વધુ ફોર્મ ભરાયા : સાંજે નવા નામ સમિતિના આંકડા આવશેઃ લગ્ન પ્રસંગ - કોરોના - બીમારી અંગે અનેક BLO(બુથ લેવલે ઓફિસર)એ પૂર્વ મંજૂરી લઇ ગેરહાજર રહ્યા : BLO અંગે મેજર કોઇ ફરિયાદ નથી : ડે.કલેકટર ધાધલનો નિર્દેશ

રાજકોટ તા. ૨૩ : ચૂંટણી પંચ દ્વારા હાલ રાજકોટ શહેર - જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગઇકાલે શહેર - જિલ્લાના ૨૨૩૨ બૂથ ઉપર ખાસ ઝુંબેશ કાર્યક્રમ હતો, જેમાં BLO મારફત ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રખાઇ હતી, બૂથ ઉપર નામ ઉમેરવા, કમી, સુધારણા, સ્થળાંતર સહિતની બાબતે ગઇકાલે એક દિવસમાં ૧૦ હજારથી વધુ ફોર્મ ઉપડયાનું અને ૭ હજારથી વધુ ભરાયાનું પ્રાથમિક રીપોર્ટમાં બહાર આવ્યું છે.

આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલે 'અકિલા'નુ જણાવ્યું હતું કે, ફાઇનલ ફીગર કેટલા ફોર્મ ઉપડયા અને કેટલા કયા પ્રકારના ભરાયા તે સાંજે જાણી શકાશે, ચૂંટણી પંચે આ વખતે તમામ બાબતો ફોર્મ મોકલવા અંગે આદેશો કર્યા હોય, અમે દરેક પ્રાંત પાસેથી સાંજે જ વિગતો મંગાવી છે.

BLO ઘણા ગેરહાજર રહ્યા તે બાબતે તેમણે જણાવેલ કે, જાણી જોઇને કોઇ ગેરહાજર રહ્યા હોય તેવી કોઇ ગંભીર બાબત કે ફરિયાદ અમારી પાસે આવી નથી, પરંતુ લગ્ન - કોરોના - બિમારી સબબ પૂર્વ મંજૂરી સાથે ગેરહાજર રહ્યા હોય તેમના સ્થાને અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી, એટલે લોકોમાં કોઇ તકલીફ પડી ન હતી.

દરમિયાન રાજકોટ રૂરલ પ્રાંતશ્રી દેસાઇએ 'અકિલા'ને જણાવેલ કે, મારા વિસ્તારમાં ૨૨૬૬ ફોર્મ ભરાઇને આવ્યા છે, તો સીટી પ્રાંત-૧ શ્રી ગઢવીએ જણાવેલ કે, પોતાના વિસ્તારમાં ૨ હજારથી વધુ એટલે કે ૨૭૦૦ આસપાસ ફોર્મ ભરાઇને આવ્યા છે, કોઇ BLO અંગે ફરિયાદ આવી ન હતી.

આવી જ રીતે સીટી પ્રાંત-૨ પશ્ચિમ વિસ્તારમાં ૧૮૭૫ તો દક્ષિણ ક્ષેત્રમાં ૧૩૦૦થી વધુ ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા, એકલા રાજકોટમાં જ ૭ હજાર આસપાસ ફોર્મ ભરાયા છે, હવે સાંજે નવા નામ ઉમેરવા - કમી - સુધારણા સહિતના આંકડાકીય વિગતો જાહેર થશે.(૨૧.૨૫)

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-રવિવારે

૧ દિવસમાં શહેર-જીલ્લામાં ૧ર૯૬પ ફોર્મ આવ્યા

વિધાનસભા બેઠક

ફોર્મ નં. ૬

ફોર્મ નં. ૭

ફોર્મ નં. ૮

ફોર્મ નં. ૮ (ક)

કુલ મળેલ ફોર્મ

૬૮ - રાજકોટ

૮૩૪

રપર

ર૬ર

ર૧ર

૧પ૬૦

૬૯ - રાજકોટ

૯૬૩

૩૬૬

૩૩૮

રર૦

૧૮૮૭

૭૦ - રાજકોટ

૭પપ

૩પપ

રરપ

૧૦૩

૧૪૩૮

૭૧ - રાજકોટ

૧૩૮૦

ર૮પ

૪રપ

૧૭૬

રર૬૬

૭ર - જસદણ

૬૧૬

૧૩૪

રપ૧

રર

૧૦ર૩

૭૩ - ગોંડલ

૮૦૦

૪૩૦

ર૦૦

૧ર૦

૧પપ૦

૭૪ - જેતપુર

૯૪૩

૩૦૬

ર૪૬

૮૬

૧પ૮૧

૭પ - ધોરાજી

૮૪૪

ર૬૬

૪પ૩

૯૭

૧૬૬૦

કુલ

૭૧૩પ

ર૩૯૪

ર૪૦૦

૧૦૩૬

૧ર૯૬પ

(3:33 pm IST)