Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મયુરસિંહ જાડેજાની તરફેણમાં રજૂઆત કરવા આવેલા ગજકેશરી ફાઉન્ડેશન, ક્ષત્રિય યુવા સંગઠનના ૨૮ની અટકાયત

રાજકોટઃ. પારકો ફલેટ પચાવી પાડયાની અને દેહવ્યાપારનો વ્યાપાર ચાલુ કરવાના ક્રાઈમ બ્રાંચ અને એ-ડીવીઝન પોલીસ મથકમાં મયુરસિંહ સતુભા જાડેજા વિરૂદ્ધ બે ગુના દાખલ થતા તેની તરફેણમાં રજૂઆત કરવા માટે ગજકેશરી ફાઉન્ડેશન, ક્ષત્રિય યુવા સંગઠનના સભ્યો પોલીસ કમિશનર કચેરી ખાતે બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા. પોલીસ કમિશનરને રજૂઆત કરે તે પહેલા એ-ડીવીઝન પોલીસે જીલ્લા પંચાયત ચોકમાંથી ચાર મહિલા સહિત ૨૮ વ્યકિતની અટકાયત કરી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)